કઠોર ઉનાળો મોં ફાડી રહ્યો છે”

(સાવચેતી માટેના પગલાં)
હવામાન ખાતા ના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષ 2025 નો ઉનાળો ‘અગનજવાળા’ બની રહે તેવી સંભાવના છે, દર વર્ષે ફેબ્રુઆરી – માર્ચ સુધીમાં વાતાવરણ ખુશનુમાં રહેતું હોય છે પરંતુ 1901 થી અત્યાર સુધીનાં વર્ષોમાં પ્રથમવાર ફેબ્રુઆરી ની ગરમી સામાન્ય આંક વટાવી ગઈ છે, જે ચિંતાનો વિષય છે. જો આમ જ હોય તો એપ્રિલથી જૂન માસ પસાર કરવો આકરો પડશે. એવી ચર્ચા જાણકારો માં ચર્ચાઈ રહી છે. પર્યાવરણ સંસ્થાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

આ ગરમી માનવ જીવન તથા પ્રાણીઓ -પંખીઓ પર પ્રભાવ પાડશે. પાણી સંબંધિત સમસ્યાઓ, વીજળી પાવરની માંગ, ખેતી પર સીધી આડઅસર થવાની સંભાવના છે. અનાજ ઉત્પાદન તેમજ શાકભાજી ની ઉણપ વર્તાઈ શકે છે. સરવાળે આર્થિક ખેંચ ઉભી થશે. હીટ વેવ નો સમયગાળો લંબાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો પર તેનો વધુ પડતો પ્રભાવ જોવા મળશે. કેટલીક વાર દરિયાકાંઠાના પ્રદેશો પર અતિશય ગરમી વધી શકે.

આ ગ્લોબલ વોર્મિંગ અસરથી ચોમાસા નો સમય ટૂંકો પણ ઉનાળાનો સમય લંબાશે. એવું જાણકારોનું માનવું છે. ગ્રામ્ય જીવન કરતા શહેરી જીવનમાં વધુ ગરમી સહન કરવી પડશે.

જોકે આપણે જાણીએ છીએ કે વૃક્ષારોપણ ના કાર્યક્રમો માત્ર પેપર વર્ક થી બહાર પરિણામ લાવી શક્યા નથી. જે લીલોતરી થવી જોઈએ તે મેળવી શકાઈ નથી. વૃક્ષારોપણ નું મહત્વ આ ઉનાળામાં જાણવા મળશે. અમુક સમયે દરિયાઈકાંઠાના પર  ઉષ્ણતામાન ઘણું વધવાની શક્યતા છે. દેશના પશ્ચિમ ભાગ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગત વર્ષ કરતાં વધુ ગરમી થવાની શક્યતા છે.
બાળકો, વૃદ્ધો, મજૂરો, ખેતી સાથે સંકળાયેલ વર્ગ વગેરે માટે આ ગરમી જોખમી બની શકે છે.

ડીહાઈડ્રેશન તથા એને લગતી તકલીફો ના ઈલાજ માટે શરૂઆતથી વિચારવું પડશે. આ પર્યાવરણ અસંતુલન છે જે કિડની સમસ્યાઓ, હૃદય સમસ્યા, લોહીની સમસ્યા, સ્વસનતંત્ર ના દર્દીઓએ સાવચેતી રાખવાનું જણાવ્યું છે.

આથી સામાન્ય રીતે પાણીનો ઉપયોગ વધારે કરવો બપોરે 1:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું અને પાણીની બોટલ ભરીને સાથે રાખવી. સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું. શક્ય હોય તો કામ ધંધા નો સમય માં ફેરફાર કરી આ ગરમીનાં વાતાવરણથી સાવચેતી રાખવી જરૂરી છે.
*સામાજીકપથ ન્યૂઝ – તંત્રી