ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે અમેરિકાનો કાર્યભાર સંભાળ્યા પછી કેટલીક એવી જાહેરાતો કરી છે કે અમેરિકનોને પણ વિમાસણમાં પાડી દીધા છે, સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અમેરિકાના નાગરિકોને વધુ લાભ અપાવવા તેમણે કેટલીક યોજનાઓ પર ધ્યાન આપ્યું છે, તેમણે અન્ય દેશોથી આવેલા નાગરિકો પર ટેક્સ લાદવા બાબતે તથા પોતાના નાગરિકોને ટેક્સમાં રાહત આપવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષ અને સ્ત્રી સિવાયની (થર્ડ જેન્ડર) ત્રીજી જાતિના લોકોને આપેલ મુક્તિ અને લાભો નિયંત્રિત કરવા કાયદો ઘડવામાં આવનાર છે અને હવે અમેરિકામાં ફક્ત સ્ત્રી અને પુરુષ એમ બે જાતિઓ જ ગણવામાં આવશે એમ જણાવ્યું છે.
લોકશાહીમાં જાહેર સ્પીચ આપવા સેન્સરશિપથી મુક્તિ આપવામાં આવી છે.
નવા એજન્ડામાં મેક્સિકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમેરિકામાં માથાના દુખાવા સમાન મુદ્દો ગેરકાયદેસર ઘૂસણખોરોનો છે તેમના એજન્ટો સામે લાલ આંખ કરી, એવા લોકોની દેશમાંથી હકલપટ્ટી કરવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
આતંકવાદ વિશે સઘન પગલાં લેવાની યોજનાઓ ઘડી કાઢેલી છે. આતંકીઓ અને તેમની સંસ્થાઓ પર હવેથી બાજ નજર રાખવામાં આવશે વિદેશી ગેંગો તથા ગુંડાઓ ને ખતમ કરવા 1978 થી જે કાયદો અમલમાં છે તેને અમલી બનાવવાનું કામ ટ્રમ્પ સરકારે હાથમાં લીધું છે. ટ્રમ્પે આતંકવાદ મુદ્દે કડક અમલ ચલાવવા નિર્ણયની જાહેરાત કરી છે તેથી આતંકવાદીઓ છંછેડાયા છે, એમ કહેવાય છે કે તાજેતરમાં લુસિયા પ્રાંતમાં એક આતંકવાદી સંગઠને ટ્રક ચડાવી દઈ ને ૧૨ જેટલા લોકોને કચડી નાખ્યા અને અસંખ્યને ઘાયલ કરી નાખ્યા હતા, તે આયોજન બદ્ધ આતંકવાદી હુમલો હોવાનું બહાર આવ્યું છે, આટલું ઓછું હોય તેમ ઘાયલ થયેલા તરફડિયા મારતા માનવશબો ઉપર ટ્રકને છોડી દઈ તે ડ્રાઇવર મશીનગન થી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં તેને પોલીસે ઝડપી લીધો હતો. આ ઘટના ઉપરથી અમેરિકામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સમજી શકાય એમ છે.
તે ઉપરાંત ટ્રમ્પના પ્રમુખ પદ સંભાળ્યા પછી ગેરકાયદેસર વિઝા ધરાવનાર તથા ઘુસણખોરી કરનારા પર ટ્રમ્પ સરકાર કડક હાથે કાર્યવાહી કરવા માંગે છે, તે સમાચાર વિશ્વભરમાં વાયરલ થયા છે તેથી ભારતમાંથી પણ ગેરકાયદેસર અમેરિકામાં જનારા પર સૌ ચિંતા નું મોજુ ફરી વળ્યું છે. તાત્કાલિક અસરથી સરકારે અસંખ્ય લોકોને વીણી વીણીને સૈન્યના વિમાનોમાં બેસાડીને પોતપોતાના દેશોમાં ડિપોર્ટ કરવામાં પાછું જોયું નથી. ટ્રમ્પની આ નીતિથી લોકો ચિંતિત છે કારણ કે એક યા બીજી રીતે આ કાયદા હેઠળ અસંખ્ય લોકોને અસર થવા પામી રહી છે. એવું જાણવા મળે છે કે આ બધા મુદ્દાઓએ પશ્ચિમી રાજકારણમાં ગરમી લાવી દીધી છે.
