અમદાવાદમાં રિવરફ્રન્ટ વલ્લભ સદન નજીક લગભગ 10,000 જેટલા જાગૃત હિન્દુઓ તથા લઘુમતી લોકોએ ભેગા થઈ રસ્તા પર છ કિ. મીટર જેટલી લાંબી માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રિવરફ્રન્ટ પાસેના સરદાર બ્રિજ થી નેહરુ બ્રિજ નો વિસ્તાર માનવ મહેરામણ થી છલકાઈ ગયો હતો અને વંદે માતરમ્ તથા ભારત માતાકી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ તથા હિન્દુ લોકો પર અત્યાચાર તથા તેમની મિલકતોને નુકસાન, ઉપરાંત સ્ત્રીઓ તથા બાળકો પર કટરવાદી જૂથો દ્વારા અત્યાચાર કરી આતંક મચાવી દીધો છે. લગભગ પાંચ છ માસથી અવિરત ચાલતા તોફાનોમાં અસંખ્ય ભારતીય લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનો થયા છે.
લઘુમતીઓની હાલત વધુ ખરાબ હોવાનું જણાય રહ્યું છે તેઓ રાત દિવસ ભયથી કાંપી રહ્યા છે. ઘણી જગ્યાઓએ હિન્દુઓએ ભેગા મળીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હિન્દુ મંદિરોનો અને બીજા ધર્મના ધર્મસ્થાનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠનોને કાને વાત પહોંચી હોવા છતાં એમને જાણે કોઈ રસ ન હોય તેમ કોઈ નિર્ણય લેવાયો નથી. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર બેકાબુ ટોળાં ને કાબુમાં લેવા તથા શાંતિ સ્થાપવા માં નિષ્ફળ ગઈ છે. અહીં માનવ અધિકાર નુ હનન થઈ રહ્યું છે.
આ ઘટનાઓ પાછળ રાજકીય રોટલા શેકવા આંતરરાષ્ટ્રીય પરિબળોનો દોરી સંચાર હોવાની વાત ચર્ચાઈ રહી છે. જાગૃત લોકોએ વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન કરીને પોતાની યાતના વિશ્વ સમક્ષ મુકી છે. માનવ અધિકાર સંગઠનો વૈશ્વિક રાજકીય દબાણ સામે નમી ગયેલા નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે. ભારતની નજીકના દેશમાં જ આ બનાવો બનતા હોવાથી ભારત માટે આ એક કપરો રાજકીય સમય ચાલી રહ્યો છે એમ છતાં ભારત સરકારે બંગલા સરકારને પરિસ્થિતિને થાળી પાડવા સૂચનો કર્યા હોવાનું જાણવા મળે છે. જેનો સરકારે હકારાત્મક પ્રતિકાર આપ્યો હોવાનું મનાય છે, પરંતુ વિશ્વના દેશો ભારત ના વ્યવહાર પર નજર રાખી રહ્યાં છે.