એલિફન્ટા જતી પ્રવાસી બોટ ડૂબી

મુંબઈના પ્રવાસધામ કહેવાતા પ્રચલિત ગેટવે ઓફ ઇન્ડિયા થી યાત્રાળુઓ પ્રવાસીઓને લઈને એલિફન્ટા નિયમિત રીતે ઘણી બોટ આવન જાવન કરતી હોય છે. આજે બપોર પછી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા થી એલિફન્ટા ગુફાઓ તરફ જતી યાત્રાળુઓથી ભરચક બોટ અચાનક પલટી ખાઈ જતા ઘણા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. પરંતુ તેઓને સ્થાનિક આસપાસ ફરતા માછીમારો તેમજ અન્ય તરવૈયાઓ એ તેમને બચાવી લીધા હતા તેવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

બોટમાં યાંત્રિક ખામી હોવાથી અથવા સમતોલન ગુમાવી દેવાથી બોટ એક બાજુ નમી ગઈ અને ઘણા લોકો પાણીમાં પડી ગયા હતા. તેમાંથી 100 જેવા માણસોને બચાવી લેવાયા છે એમ છતાં 13 થી 15 વ્યક્તિઓ ડૂબી ગયા નો અંદાજ છે. જોકે આ એકદમ પ્રાથમિક સમાચાર હોવાથી કેવી રીતે,, કઈ ચોક્કસ જગ્યાએ, આકસ્મિક રીતે અથવા ખાસ કારણોસર આ બોટ ડૂબી છે તે તપાસ પછી જાણવા મળશે. પરંતુ સરકારી એજન્સીઓ તથા નૌસેના વિભાગે ભારે જહેમત ઉપાડીને સમયસર અકસ્માતના સ્થાને પહોંચી ગયા હતા. તેવી માહિતી મળી છે. નજીકમાં કાર્યકર્તા માછીમારો તેમની નાની નૌકાઓ દ્વારા આકસ્માતના સ્થળે બચાવ કામગીરીમાં પહોંચી ગયા હતા. લોકોને બચાવવાનું સાહસ આ લોકોએ કર્યું હતું જો કે સાંજ પડી અને અંધારું થતા સુધી ચોક્કસ આનું કારણ અને વધુ માહિતી મેળવી શકાયું નથી. અંધારું થયા સુધી બચાવ કામગીરી ચાલુ છે.