રક્ત કૌભાંડ યુકેમાં 30,000 લોકોને જીવલેણ ચેપ અને 3,000 લોકોનું મૃત્યુ – રિપોર્ટ

યુકેના વડા પ્રધાન હોવાને સંબંધે ઋષિ સુનકે હાઉસ ઓફ કોમન્સને કહ્યું, “હું ખરેખર દિલગીર છું, “I am really Sorry” દાયકાઓ સુધી ચાલેલા રક્ત કૌભાંડમાં દૂષિત રક્તથી સંક્રમિત થયેલા હજારો લોકોની વડાપ્રધાને માફી માંગી હતી. સુનકે લાંબા સમયની મેડિકલ રીસર્ચને અંતે રિપોર્ટના પરિણામોથી “બ્રિટિશ શાસન માટે શરમનો દિવસ” ગણાવ્યો.

1948 માં શરૂઆત કરેલી નેશનલ હેલ્થ સર્વિસ (NHS -UK) માટે આ ઘટના સૌથી ઘાતક છે, જેના પરિણામે 3,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 30,000 અન્ય લોકોને HIV અને હેપેટાઇટિસનો ચેપ લાગ્યો. આ ચેપ 1970 અને 1980 ના દાયકામાં સંચાલિત દૂષિત રક્ત તબદિલીને કારણે થયો હતો. જેની જાણ થતા આ રિપોર્ટ લગભગ છ વર્ષની રીસર્ચ અને ઈન્વેસ્ટીગેશન બાદ જાહેર કરવામાં આવ્યો છે.

1970 અને 1980 ના દાયકામાં, ઘણા લોકોને રક્ત ચઢાવવાની જરૂર હતી તેઓ હેપેટાઇટિસ અને એચઆઇવીથી દૂષિત લોહીના સંપર્કમાં આવ્યા હતા. યુનાઈટેડ કિંગડમ માં ચેપગ્રસ્ત રક્ત કૌભાંડ અંગે લાંબા સમયથી રિપોર્ટ પ્રાપ્ત થવાની રાહ જોવાતી હતી. સંશોધકો દ્વારા પરિબળ VIII ગૃપ હજારો રક્તદાનમાંથી પ્લાઝ્મા સંયોજિત કરીને બનાવવામાં આવ્યું હતું, એટલે કે જો એક દાતાને પણ ચેપ લાગ્યો હોય, તો એ ગૃપ નું બ્લડ લેનાર સમગ્ર બેચના દર્દી ઓના જીવન સાથે ચેડા થયાં એવું માની લેવામાં આવે.

“લોહીના ગંઠાઈ જવાના રોગ” માટે સારવારની જરૂર હતી, તેઓ ખાસ કરીને ફેક્ટર VIII ગૃપ નામની નવી સારવારથી સંક્રમિત થયા હતા. યુકેના NHS એ 1970 ના દાયકાની શરૂઆતમાં ફેક્ટર VIII નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, તે માનીને કે તે એક ગ્રાઉન્ડબ્રેકિંગ અસરકારક સારવાર છે, પરંતુ તે પછીથી વ્યાપક ચેપ અસંખ્ય દર્દીઓમાં ફેલાતો રહ્યો.

આ ગૃપ હજારો રક્તદાનમાંથી પ્લાઝ્મા સંયોજિત કરીને બનાવવામાં આવ્યું હતું, એટલે કે જો એક દાતાને પણ ચેપ લાગ્યો હોય, તો સમગ્ર બેચ સાથે ચેડા થઈ શકે છે. ફેક્ટર VIII ની માંગ વધવાથી, યુકેએ તેને યુએસમાંથી આયાત કરવી પડી. જો કે, યુ.એસ.માં દુઃખદ બાબત એવી છે કે પ્લાઝ્મા આપનાર લોકોનો નોંધપાત્ર હિસ્સો ઉચ્ચ જોખમ ધરાવતા દર્દી-રકતદાતાઓ પાસેથી ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, જેમાં કેદીઓ અને ડ્રગ યુઝર્સનો સમાવેશ થાય છે, જેમને રક્તદાન કરવા માટે સારાં એવા નાણાં ની ચૂકવણી કરવામાં આવી હતી. આનાથી સંક્રમણના જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટર VIII ગૃપ સાથે સંકળાયેલા દૂષિત રક્ત ઉત્પાદનોને કારણે 30,000 થી વધુ લોકો હેપેટાઇટિસ અને HIV જેવા રોગોથી સંક્રમિત થયા હતા અને 3000 લોકો તેનો ભોગ બની મૃત્યુને ભેટી ચૂક્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ 1953 માં પ્લાઝ્મા ઉત્પાદનોના મિશ્રણના જોખમો વિશે ચેતવણી આપી હતી અને દેશોને પ્લાઝમા આયાત ન કરવાની સલાહ આપી હતી. એમ છતાં દોઢ ડાહ્યા વૈજ્ઞાનિકોએ સલાહ પર ધ્યાન આપ્યું ન હતું.