બેંગ્લોરમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મૃત્યુ

દક્ષિણ ગુજરાતના આદિવાસી વાંસદા તાલુકા માં રહેતો નિર્ણય પટેલ IIM બેંગ્લોરમાં ભણતો હતો અને ત્યાંની હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે તેની બર્થડે પાર્ટી હોવાથી મિત્રો દ્વારા પાર્ટી ઉજવવામાં આવી હતી. પાર્ટીમાં કંઈક થયું કે કેમ. એ કોઈ જાણતું નથી પરંતુ બીજા દિવસે સિક્યોરિટી ની નજરે હોસ્ટેલ ના બીજા માળે આવેલી રૂમની બાલ્કની માં થી નીચે પટકાયેલ, નિર્જીવ હાલતમાં જોવા મળ્યો હતો. તેથી તેના મિત્રો પણ દોડી આવ્યા હતાં પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ બનાવ ગુજરાતી કુટુંબો માટે મહત્વનો સંદેશ આપી જાય છે. અન્ય કેટલાક કિસ્સામાં જોવા મળ્યું છે કે મોટા ભાગનાં મા-બાપો એમ સમજે છે કે એમનો દીકરો કે દીકરી સારી કોલેજમાં ભણવા ગયા અને તેઓ ગંભીરતાથી ભણવામાં આગળ વધતા હશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ સ્ટેશનોમાં આવા આપઘાતના ઘણાં કિસ્સા નોંધાય છે, અને તે શું કરે છે તે દૂર રહેતાં મા-બાપને એનો ખ્યાલ હોતો નથી. અને જ્યારે કોઈ અણબનાવ બને છે ત્યારે માબાપનું આઘાતમાં સરી પડે છે. ત્યારે વાત હાથ બહાર જતી રહી હોય છે.

આજકાલ શહેરોની કોલેજો તથા હોસ્ટેલોમાં રહેતા આસપાસના ગામોમાંથી આવતા છોકરા-છોકરીઓને ફસાવીને નાણાં પડાવે છે તથા એક યા બીજી રીતે ગેરમાર્ગે દોરે છે, નિર્દોષ વિદ્યાર્થીઓ પાછળ કેટલીક ટોળકીઓ પડેલી હોય છે. અને તે તેમને લાલચ આપીને ડ્રગ્સના નશાને માર્ગે પણ ફસાવે છે. ફકત ડ્રગ્સ નહીં પરંતુ ઓફિસમાં જોબ કે બહાર થી દેખાતા ચોક્ખા કામોની આડમા યુવાનો જ્યારે સંતાન ફસાય છે, ત્યારે શરૂઆતમાં ખબર પડતી નથી પરંતુ લાંબા સમય પછી તેના દુષ્પરિણામો ભોગવવાનો વારો આવે છે.
“સામાજિક પથ” ન્યુઝ સમાચાર ખાસ ટિપ્પણી દ્વારા સમાજ જાગૃતિના કાર્ય માટે સૌની આગળ વિચાર મૂકે છે.