પૂર્વ ભારતના બિહાર -છત્તીસગઢના ગીચ જંગલ વિસ્તારને માઓવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ત્યાં નક્ષલવાદી પ્રવૃત્તિઓ સદીઓથી ચાલી આવી છે કારણ કે ત્યાંનું ભૌતિક તથા સામાજિક વાતાવરણ નક્ષલવાદને ખાતર પૂરું પાડે છે. આમાં રાજકારણ પણ એક પાસું છે. હાલની સરકારે નક્ષલવાદ ની નસ પકડી છે અને તેનો સફાયો કરવા સરકાર કટિબદ્ધ છે. તેમાં મહત્તમ સફળતા પ્રાપ્ત થઈ છે. એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે, જોકે એના મૂળ ઊંડે ખૂંપેલા હોવાથી તેના પર સંપૂર્ણ અંકુશ સમય લેશે. હવે ત્યાં જંગલોમાં પાકા રોડ – રસ્તા – લાઈટો ની કાર્યવાહી થતા લોક જીવન પર બદલાવ દેખાવાનો શરૂ થયો છે. જેની અસર નક્ષલવાદી પ્રવૃત્તિઓ ઉપર પડી છે.
આ ક્ષેત્રે માઓવાદી નક્ષલવાદના વળતા પાણી હોવાનું જણાય છે, કારણ કે તેમના સંગઠનોમાં અંદરો -અંદર ભાગલા થઈ રહ્યા છે, તેના કારણે નક્ષલવાદીઓ સામાન્ય પ્રવાહમાં પરત ફરી રહ્યા છે. એક નકસલી ગ્રુપના સૈનિકોએ હાલમાં સમર્પણ કર્યું છે. તેઓ રાજ્યના વિકાસમાં સહકારી બનવા લાગ્યા છે, સરકારે તેઓને વળતર આપ્યું છે અને શાંતિપૂર્ણ જીવન જીવવા ના સારા સમાચાર આપણને જાણવા મળ્યા છે. નક્ષલવાદીઓ માટે પુનર્વસન પ્રવૃત્તિઓની યોજના છે તેમાં નક્સલવાદીઓ તે યોજના સ્વીકારી રહ્યા છે અને ઠરી ઠામ થયા નું જણાય છે.
નક્ષલવાદી તેમની પ્રવૃત્તિઓ છોડી દઈ સરકારી સ્કીમ પ્રમાણે લાભ લેવા લાગ્યા છે. તે હાલની સરકારની મહત્વની સફળતા દર્શાવે છે, એ જ થીયરી પ્રમાણે દેશ-વિરોધી તત્વોને દેશભરમાં ડામી દેવામાં આવી રહ્યા છે. એ 2025 માં આનંદના સમાચાર છે.
(સામાજિક પથ ની ન્યૂઝ ટીમ)