ભક્તિપથની લહેર રથયાત્રા ઉત્સવ

(રિપોર્ટર ટીમ મારફતે)
તારીખ 7 જુલાઈ 2024 રવિવારના રોજ અમદાવાદની પ્રખ્યાત રથયાત્રા નીકળી તથા સાંજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. રથયાત્રાનો દિવસ આવે એના પહેલાં મહિનાઓથી તેની તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ભક્તજનોને નો ભારે ઉત્સાહ રથયાત્રા માટે જોવા મળે છે એ ઉત્સાહનો ઘોડાપૂર જોવા માટે રથયાત્રાના દર્શન કરવા, એના ૧૮ કિ.મી. લાંબા રૂટ ઉપર ગમે તે જગ્યાએ જઈને જોઈ અને અનુભવી શકાય છે.
ગુજરાતની પ્રજા વધુ ધાર્મિક તથા રથયાત્રા જેવા જાહેર પ્રસંગોએ ખૂબ ઉત્સાહિત હોય છે. અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારો ગામો તથા તાલુકાઓ માંથી વાહનો ભરી ભરીને રથયાત્રામાં જોડાવા તથા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અસંખ્ય લોકો વહેલી સવારથી નીકળી પડતા હોય છે. વૃદ્ધો નાની ઉંમરના બાળકો તથા યુવા યુવતીઓ ભક્તિ થી ભરપૂર ઘણે દૂર દૂરથી પણ ચાલીને આવતા હોય છે. એ એમની શ્રદ્ધા પ્રદર્શિત કરે છે.

રથયાત્રાની શરૂઆતમાં સવારે વહેલી સવારે ચાર વાગ્યે મંગળા આરતી શરૂ થઈ જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ એ હાજરી આપી હતી. ત્યારબાદ રથયાત્રાના પ્રસ્થાન સમયે સાત વાગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. સર્વ ધર્મ સમભાવ સમિતિ માં દરેક ધર્મના આગેવાનોએ પૂજ્ય મહંત શ્રી તથા ત્રણેય રથો અને ટ્રસ્ટીઓ તેમજ પૂજારીગણ ને શુભેચ્છા આપી રથયાત્રાના શુભ પ્રસ્થાન સમયે શુભેચ્છાઓ અર્પી હતી.

બપોરે સરસપુર ખાતે વિરામ લેવાતો હોય છે. ત્યાં પહોંચતા એ સમયે બપોરનું મહાપ્રસાદ ભોજન માં 15 જેટલી પોળો તથા આસપાસના બીજા રહીશો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બે કલાકના સમય દરમિયાન લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુ લોકોએ મહાપ્રસાદ નું ભોજન આરોગ્યુ હતું. રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક કેમેરા જેમાં ડિટેલમાં ચહેરો પણ ઓળખી શકાય તથા બીજા સામાન્ય સીસીટીવી કેમેરા આખા રૂટ ઉપર લગાવવામાં આવ્યા હતા તથા તેની ટેકનીકલ મરમ્મત અને કાળજી અગાઉથી લેવામાં આવી હતી. જરૂર પડે ત્યાં ડ્રોનની મદદથી પણ સર્વે કરવામાં આવી રહ્યો હતો. સુરક્ષા બાબતે ઘણા દિવસો પહેલાથી પરેડ કરી કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન ટ્રકોમાં વિશાળ કદના કન્ટેનર, તપેલાઓ જેવા વાસણો ભરીને મગ, કેરી, કાકડી, જાંબુ, વગેરેનો પ્રસાદ લોકોને વહેંચવામાં આવતો હતો.

કાયદેસરની નોંધણી પ્રમાણે 18 હાથીઓ 100 જેટલી ટ્રકો કરતો યુવાનોઓ યુવાનો તથા અખાડા અને ભારતીય પરંપરા સંસ્કૃતિના દર્શન કરાવ તા ટેબ્લો બનાવવામાં આવ્યા હતા. વચ્ચે વચ્ચે રાસ, ગરબા નૃત્ય તથા ભજન મંડળીઓએ રમઝટ બોલાવી હતી.

એક સમયે કોમી સ્વરૂપ લેતા વિસ્તારોમાં રથયાત્રા પર કાંકરી ચાળો, પથ્થરમારો થતો હતો, હવે સમય જતા તે વિસ્તારમાં એકતા નજરે પડી. પ્રસાદ લેવા તથા શુભેચ્છા પાઠવવા સર્વ ધર્મના લોકો આગળ આવ્યા હતા. જે આ રથયાત્રાની સાત્વિક વિશેષતા છે.

આ રથયાત્રા જોઈને એક મેસેજ જનમાનસ પર ફેલાયો છે કે કોમી રમખાણો ના પરિણામો સામાન્ય નાગરિકો જ ભોગવવા પડતા હોય છે, તેથી “હળીમળીને સાથે રહેવામાં જ મજા છે” એવું વાતાવરણ ઊભું કરવા સ્વયંસેવી સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે અને એના પરિણામ રૂપે હાલની રથયાત્રા ઓમાં શાંતિ પ્રેમનુ એખલાસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધન્ય છે એ અનામી સેવકોને.

ગુજરાત ભર શહેરો તથા ગામો માં લગભગ 300 થી વધુ નાની મોટી રથયાત્રાઓ જોવા મળી હતી જે ગૌરવની વાત છે.