રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ (માણસા)

રથયાત્રાના પાવન દિવસે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ જાણીતા લોકસેવક શ્રી દિનેશભાઈ વ્યાસ તથા IPS શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.

હોસ્પિટલના સીઈઓ ઈવાબેન પટેલે હોસ્પિટલની સેવા વિશે માહિતી આપતા જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગો જેવા કે મેડિકલ, સર્જીકલ, હાડકાના રોગો, સ્ત્રી-રોગ, ચામડીના રોગ, કિડની ના રોગ જેવા બધા રોગોની નિષ્ણાત ડોક્ટરો દ્વારા નજીવા દરે સારવાર કરવામાં આવશે.
ઉપરાંત અહીં ઈમરજન્સી સારવાર તથા ICCU વોર્ડની આધુનિક સગવડ ઉપલબ્ધ છે.

રુચિ હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે વક્તવ્ય આપતાં ચેરમેન શ્રી ભાવેશભાઈ જાનીએ જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ કરીને લોકજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવનાર છે. તેઓએ માણસાની જનતાને વૈદકીય સેવા નો લાભ લેવા અનુરોધ કર્યો અને ઉમેર્યું કે “દર્દીઓની સંતોષ કારક સેવા કરવા અમે પ્રતિબદ્ધ છીએ.”
હોસ્પિટલ નું સરનામું
ગ્રીન પ્લાઝા, માણસા – ગાંધીનગર હાઇવે, માણસા.

આ અવસરે “સામાન્યપથ ન્યુઝ ટીમ” દ્વારા હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફને શુભેચ્છા પાઠવીએ છીએ.