માનવ અધિકાર દિન 10 ડિસેમ્બર


લેખ – વિલ્સન સોલંકી (તંત્રી)

વિશ્વસ્તરે માનવી – માનવીને એક મંચ પર લાવીને સ્વતંત્રતા, ન્યાય અને સુખ -શાંતિમય જીવનની કલ્પના સાકાર કરવા યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (UNO) દ્વારા દસમી ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારત દેશ પણ આવી જાય છે.

જેના પહેલા જ નિયમમાં જણાવ્યું છે કે વિશ્વનો દરેક ખૂણા મારે તો માનવ મુક્ત રીતે દરેક માણસોની સાથે સરખા અધિકાર ધરાવી માનવીય સબંધો વિકસાવી ગૌરવ પૂર્વક જીવન જીવી શકે અને પૃથ્વી પર રહેતા અન્ય માનવો સાથે ભાઈચારામાં જીવે તે જરૂરી છે, બધાને જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, અથવા જીવન પદ્ધતિ વિચારો, અભિપ્રાયના ભેદભાવ વિના વિશ્વનો કોઈપણ નાગરિક “ઘોષણાપત્ર” માં દર્શાવેલ તમામ અધિકારો ભોગવવા હકદાર છે. ઉપરાંત દેશ, પ્રદેશ, રાજકીય, સામાજિક અધિકાર ક્ષેત્રની મર્યાદા અથવા આંતરરાષ્ટ્રીય દરજ્જાને આધારે તફાવત રાખવામાં આવતો નથી.

ટૂંકમાં ઘોષણાપત્ર માં દરેક વ્યક્તિને સુરક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જોકે વિશ્વના વર્ચસ્વવાદી, નાસમજ અને અપરિપકવ – હઠીલા દેશો કેટલીક વાર અન્યાય અને અરાજકતા ફેલાવતા હોય છે, એવી જગ્યાએ માનવ અધિકારનો કાયદો વિશ્વના કોઈપણ દેશની મુખ્ય નસ દબાવી શકે છે. માત્ર જાગૃતિ અને યોગ્ય સમયે અવાજ ઉઠાવવો એ પીડિત વર્ગની ફરજ બની રહે છે.