મદ્રાસ હાઇકોર્ટમાં 2023 માં નીચલી કોર્ટોમાંથી આવેલા કેસ ચાલી જતાં કોર્ટે સીએસઆઈ અને સીએસઆઈ ટ્રસ્ટ એસોસિએશન નામની બે અલગ ખ્રિસ્તી સંસ્થાઓને આપેલાં હુકમમાં લપેટી લીધા છે. (CSI- દ.ભારતની ખ્રિસ્તી મંડળી, અને CSI ટ્રસ્ટ એસોસિયેશન) આ ચુકાદો માન. જસ્ટિસ આર સુબ્રહ્મણીયમ અને માન.જસ્ટિસ આર શક્તિવેલ ની ડિવિઝન બેન્ચે આપ્યો છે. (૧૨/૪/૨૪)
★હુકમમાં જણાવ્યું છે કે *સીએસઆઈ અને *સીએસઆઈ ટ્રસ્ટ એસોસિએશન પર તાત્કાલીક અસરથી વહીવટદાર મુકવામાં આવશે.
★બંને સંસ્થાઓ નાં વિભાગો ડાયોસિશન કાઉન્સિલ અને સિનોડ ની ચૂંટણી વહેલી તકે કરવામાં આવે.
★ચૂંટણી થાય ત્યાં સુધી બંને સંસ્થાઓ પર વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) નિમવામાં આવે છે.
★આ વહીવટદારની કમિટી બનાવવામાં આવે તેમાં જરૂર પ્રમાણે બે નિવૃત્ત ન્યાયાધીશો નો પણ સમાવેશ કરાશે.
★આ નિમાયેલી વહીવટદાર કમિટી તાત્કાલિક અસરથી બંને સંસ્થાઓનો ચાર્જ સંભાળી લેશે.
★વહીવટદારોની કમિટી ને છૂટછાટ આપી છે કે કમિટી તેમની મદદમાં એક કે વધુ નિવૃત ડિસ્ટ્રીક જજ રાખી શકશે અને તેઓ બંને સંસ્થાઓ (સીએસઆઈ અને સીએસઆઇ ટ્રસ્ટ એસોસિએશનની ચૂંટણી પહેલા ડાયોસિએશન કાઉન્સિલ અને ત્યાર પછી સિનડ) ની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે.
★બીજો મુદ્દો કોર્ટે એ પણ નોંધ્યો છે કે વહીવટ કમિટીમાં એપોઇન્ટમેન્ટ થયેલા બે રીટાયર્ડ હાઇકોર્ટ જજ સાહેબને સાહેબોને દરેકને ₹10,00,000 ચૂકવશે તથા કમિટીમાં નિમણૂક પામેલા રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ ના જજ સાહેબોને ₹3,00,000 વળતર રૂપે ચૂકવશે.
વધુ વિગતે જાણવા મળ્યું છે કે જેમાં માનનીય જસ્ટિસ સુબ્રહ્મણે કહ્યું છે કે સીએસઆઈ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સંસ્થા ચાલતી હતી ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ વિભાગના દક્ષિણ ભારત અને શ્રીલંકાના દેવળોની આ બે સંસ્થાઓ છે
સીએસઆઈ 27 સપ્ટેમ્બર 1947 થી ચર્ચના આંતરિક નિયમોના બંધારણ પ્રમાણે ચાલતી હતી પરંતુ અસ્પષ્ટ બંધારણના નિયમો, ચૂંટણી પ્રથા તથા હોદ્દેદારો ની નિમણુક અને સંપત્તિના વહીવટ માટે અવારનવાર વિખવાદો થતા હતા.
CSI અને CSI ટ્રસ્ટ એસોસિએશન જે કંપની એક્ટ 1956 કાયદા હેઠળ રજીસ્ટર થયેલી સંસ્થાઓ ની વહીવટી ચૂંટણી પ્રક્રિયા ખામીયુક્ત હોવાથી આ બધા છેલ્લી ચૂંટણીઓ ક્ષતિ ગ્રસ્ત હોવાનું માનીને ન્યાયાલય વહેલી તકે ચૂંટણી થાય ત્યાં સુધી બંને સંસ્થાઓ સરકારી વહીવટદારોની સમિતિ ની દોરવણીમાં કામ કરશે એવો હુકમ કર્યો છે.
આપણી આસપાસ :-
ઉત્તર ભારતમાં સીએનઆઇ ચર્ચ ની જેમ દક્ષિણ ભારતમાં સીએસઆઈ (ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા) કાર્યરત છે.
લાંબા સમયથી ભારતની ચેરિટી કોર્ટ, નીચલી કોર્ટોથી માંડીને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટો સુધી ચર્ચના વિખવાદો જાહેર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. નીચલી અદાલતોમાં લાંબા સમય સુધી ચાલતા ચર્ચ ના કોર્ટ કેસો આખા ભારતમા અને ગુજરાતમાં પણ ચાલી રહ્યા છે. જેમાં લાંબેગાળે પણ સમાધાન થતા હોતા નથી અને પક્ષકારો હાજર રહેવાની પરવા કરતા નથી એવું અવલોકન જાણકારો કરતાં આવ્યાં છે. તેથી કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં યોગ્ય હુકમો આપી શકાતાં હોતા નથી.
મોટા ભાગે એકજ ચર્ચોમાંથી જ બે વિરોધી પક્ષો કોર્ટો સુધી ન્યાય મેળવવા પહોંચી જતા હોય છે. પ્રાર્થનાવાદીઓ અને અતિધાર્મિક લોકો આ વાત જાણીને અસહાયતા અનુભવે છે. પણ સમાજના જાગૃત વર્ગમાં આ વાત ચર્ચાતી હોય છે. ભણેલી ગણેલી ઈશ્વરે પસંદ કરેલી ચર્ચની પ્રજા કદી કોર્ટમાં જતી પાર્ટીઓને સત્ય પૂછી શકવાની પણ હિંમત દાખવતી નથી. એવાં સહાયક લોકો ની સાથે “ચર્ચ-દાન” સમજીને આપેલા નાણાં વકીલો અને કોર્ટોની ઉંચી ફી ભરવામાં વપરાતાં આવ્યાં છે. એવુ લોકમાનસમાં ઠસી ગયું છે.
(નિષ્ણાતો દ્વારા જાણવા મળ્યું છે કે અન્ય એક ચર્ચ પર હૂકમ તૈયાર થઈ રહ્યો હોવાનું જણાયું છે)
(samajikpath.com news search કરતાં રહો.)