બંધારણીય અધિકાર અપાવનાર ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

સ્વતંત્રતા મળ્યા પછી ભારત દેશની પ્રગતિનો આધાર છે તે છે – “ભારત દેશનું સ્વતંત્ર બંધારણ” બાબાસાહેબ આંબેડકર ને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. તેઓ સમગ્ર ભારતના સુધારક પણ ગણાય છે. દર વર્ષે તારીખ 14 એપ્રિલના દિવસે તેમની જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા ઠેર ઠેર તેમની વિચારધારાને યાદ કરીને સભાઓ નું આયોજન કરવામાં આવે છે.

સામાન્ય પરિવારમાં જન્મેલ ભીમરાવે ડોક્ટરેટ ની પદવી ધારણ કરી ત્યાં સુધીની તેમની જીવનયાત્રા રચનાત્મક અને સંઘર્ષમય રહી છે તે તેમના પુસ્તકો માંથી વાંચવા મળે છે. તેમના પુસ્તકો આજનાં યુવાનોએ અચૂક વાંચવા જોઈએ.

અંગ્રેજોની ગુલામી માંથી છોડાવવા તેઓ પ્રયાસ કરતાં હતાં, તેમના જીવનનો સમગ્ર ઉદ્દેશ કાયદાકીય કાર્યોમાં લગાવી દીધો હતો તે જાણીતું છે. તેઓ ખૂબ વિદ્વાન, ચપળ અને કાર્યશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. 1891 ના વર્ષમાં તેઓ મધ્યપ્રદેશના ગામ મહુ માં 14 એપ્રિલે જન્મ્યા. તેમણે દબાયેલી તથા પછડાયેલી દલિત કોમને સમાનતા અપાવવા તેમણે સંઘર્ષ કર્યો અને નવી ચેતના ની જ્યોત જગાવી દીધી.‌

એમના વિચારો લાખો યુવાનોને આજે પણ પ્રેરિત કરે છે આ લેખમાં તેમના કેટલાક પ્રચલિત અને પ્રેરણાદાયી વિચારોનું રટાણ કરીએ.

તેમણે કહ્યું……
“મને એવો ધર્મ ગમે છે જે સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારો શીખવે.”

“એવા લોકો કદી ઇતિહાસ નથી બનાવી શકતા જેઓ ઇતિહાસ ભૂલી જાય છે.”

“સંગઠન સામે સંગઠિત રહીને કાર્ય કરો.”

“શિક્ષિત બનો અને અન્યાય સામે સંઘર્ષ ચાલુ રાખો.”

“બૌદ્ધિક વિકાસ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ હોવું જોઈએ.”

“અધિકારો ઝૂંટી લેવામાં આવે છે.”

“મહાન પ્રયત્નોથી વધારે દુનિયામાં કંઈ અમૂલ્ય નથી.”

“જો તમે મનથી સ્વતંત્ર છો તો તમે સાચી રીતે સ્વતંત્ર છો.”

“જેમણે પોતાના દુઃખોથી મુક્તિ જોઈએ છે એ લોકોએ લડવું જ જોઈએ અને લડતા પહેલા જ્ઞાન મેળવી લેવું, નહિતર તમારી હાર નિશ્ચિત છે.”

“જે નમી શકે છે તે નમાવી પણ શકે છે.”

“જો આપણે આધુનિક ભારત જોઈએ છીએ તો દરેક ધર્મોએ એકતાના પ્લેટફોર્મ પર આવવું પડશે.”

જય હિન્દ.