ભારતીય મૂળની અમેરિકન નાગરિક રિદ્ધિ પટેલે અમેરિકન કાઉન્સિલના સભ્યોને આપી મર્ડરની ધમકી

અમેરિકાના કેલિફોર્નિયા પાસેના બેકર્સ ફિલ્ડ’ તરીકે ઓળખાતા સીટી માં રહેતી ભારતીય મૂળની 28 ઉંમરની અમેરિકન નાગરિક રિદ્ધિ પટેલની ધરપકડ કરવામાં આવી.



ઇઝરાયેલ વિરુદ્ધ સંસ્થા “યુનાઈટેડ લીબરેશન ફ્રન્ટ” માટે રિદ્ધિ પટેલ એક્ટિવિસ્ટ તરીકે હમાસ- પેલેસ્ટાઇનવાસીઓ ના સપોર્ટમાં, સક્રિય કામ કરી રહી હતી. તેણે કાઉન્સિલરોની મીટીંગ માં ધ્રુણાસ્પદ ભાષણ આપી સીટી કાઉન્સિલરોને તેમના ઘરમાં ઘૂસી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.


ત્યાંના કાઉન્સિલર સભ્યોએ એમની પહેલીવાર ની રજૂઆત શાંતિથી સાંભળી પણ બીજીવાર સીટી કાઉન્સેલર ઓફિસર્સની મિટિંગમાં શહેરના પ્રશ્નોનું નિરાકરણ કરવાના પ્રશ્નોની રજૂઆત કરવાને બહાને ત્યાં જઈને ઉભરો ઠાલવ્યો કે ઈઝરાયેલના અત્યાચારી પગલાં વિરૂધ્ધ ઠરાવ કરવામાં આવે. બેકર્સ ફિલ્ડ સીટી કાઉન્સિલરો પર પેલેસ્ટાઈન વાસીઓનું શોષણ કરવાનો આરોપ મુકી, ખૂબ જ અસભ્ય ભાષામાં ઘણું બધું ના કહેવાનું કહી નાખ્યું છે અને ધમકી આપી છે કે ભલે તમે મેટલ ડિટેક્ટર્સ થી સુરક્ષિત છો પણ “ઘરોમાં ઘૂસીને તમારા મર્ડર કરી નાખીશું.”


તેમને મારી નાખવાની ધમકી ની ગંભીરતાને ધ્યાનમાં લઈને  ત્યાંના મુખ્ય કાઉન્સિલરે તાત્કાલિક સિક્યોરિટી પોલીસ બોલાવીને રિદ્ધિ પટેલની ધરપકડ કરવામાં આવી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી દીધા કોર્ટે તેમની સામે ૧૬ જાતનાં ગંભીર ગુનાઓ ની કલમો લગાવી છે અને શરતી જામીન માટે 2 મીલિયન ડોલર ભરવા પડશે. હાલમાં તે જેલ હવાલે છે. થોડા દિવસમાં તેમની પર કેસ ચાલનાર છે અને તેમના ગંભીર ગુના બદલ લગભગ 25 વર્ષોની કેદ થવાની શક્યતા છે.


રિદ્ધિ પટેલની ધરપકડ થયા બાદ નવા વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કસ્ટડીમાં રિદ્ધિ ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળે છે હવે તેને ધ્યાનમાં આવ્યું છે કે તેણે ગંભીર ભૂલ કરી દીધી છે અને તે તેની માફી માગી રહી છે.



ઇઝરાયેલ સામે પેલેસ્ટાઇનના હમાસ આતંકવાદીઓ સામે ના યુદ્ધ ના વિષયને લઈને બે પક્ષો વિશ્વમાં દેખાવો કરતાં જોવા મળે છે એ ખૂબ સામાન્ય વાત છે કોઈ હમાસના સપોર્ટમાં હોય તો કોઈ ઈઝરાયેલના સપોર્ટમાં હોય.


વિશ્વમાં દરેક લોકશાહી દેશોમાં પોતાના વિચારો અને લાગણી જાહેરમાં વ્યક્ત કરવાને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. અમેરિકાના દેશોમાં અને ભારતમાં પણ આ અધિકારનો ઉપયોગ થતો જોવા મળે છે.


આ ઘટના ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરે છે તે બાબતે આપણા યુવાનો ભારતમાં કે વિદેશમાં કઈ વિચારધારામાં ઘડાતા જાય છે તે એક યક્ષ પ્રશ્ન છે.


આ સમાચારમાં વધુ વિગતે રિદ્ધિ પટેલને સુનાવણી માં શું શિક્ષા થશે તે ચર્ચાનો વિષય બન્યો છે.