નડિયાદમાં સંયુક્ત ક્રિશ્ચયન સમાજ સંગઠન ની પ્રથમ સંવાદ સભા યોજાઈ હતી (વિસ્તૃત અહેવાલ)



ખેડા જિલ્લાના જાગૃત ખ્રિસ્તી નાગરિકોએ વિવિધ મંડળીઓ (ચર્ચ) ના ખ્રિસ્તી લોકોને એક છત એકઠા કરી તારીખ ૨૮/૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫-૩૦ વાગે, બધીર વિદ્યાલય ગાર્ડન કલેકટર કચેરી રોડ નડિયાદ મુકામે “સંયુક્ત ક્રિશ્ચયન સમાજ સંગઠન”ના બેનર હેઠળ જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ- ખેડા અને આણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં આ સંમેલનમાં હાજરી આપી હતી.

આ ગ્રૂપનો સિધ્ધાંત તથા હેતુ ઓ આ પ્રમાણે છે.
– ખેડા જિલ્લાના સમસ્ત ક્રિશ્ચયન સમાજ ના લોકો સંગઠિત કરવા તથા સામાજિક એકતા જાળવી રાખવી અને છેવાડાના પરિવાર સુધી જરૂરી મદદ પહોંચાડવી.
– ગ્રુપમાં મીશનવાદ ને કોઈ સ્થાન નથી, અલગ અલગ મંડળીઓ (સંપ્રદાય) ના સભ્યો આ ગ્રુપ માં સામેલ કરવામાં આવે છે.
– સમય ની માગ મુજબ આપણે મિશનવાદ ના વાડા છોડી સામાજિક ઉન્નતિ અને જાગૃતિ લાવવા માટેનો આધાર બનીએ.
– કુદરતી આફત, માનવ સર્જિત તોફાન, જીવલેણ બીમારીઓ, અકસ્માત વખતે એકબીજા ને મદદરૂપ થવું.
– આપણા સમાજની વ્યક્તિઓ ની માંદગી, બીમારીઓ અને અકસ્માત સમયે ત્વરિત મદદ પહોંચાડી શકીએ. શકય હોય ત્યાં જરૂરી સરકારી લાભ પહોંચાડી શકાય.
– દુઃખીત પરિવાર ની મુલાકાત લઈ દિલાસો આપી શકાય.
યુવાનો ને માર્ગદર્શન આપી યોગ્ય નોકરી ની જાહેરાત ની જાણકારી આપવી અને પગભર થવા મદદરૂપ બની શકાય. (શક્ય તેટલી રીતે સમાજને મદદરૂપ થવાનો આ પ્રયાસ છે એને સફળ બનાવવા સભ્ય એ વિવિધ રીતે ફાળો આપવો જરૂરી છે)

આ સમયે મુખ્ય મહેમાનો તરીકે સત્તાધારી રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરોએ હાજરી આપી હતી તેમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર – શ્રી દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ – શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર વડોદરા શહેર અને ખેડા લોકસભા ના પ્રભારી શ્રી જીવરાજભાઈ ચૌહાણ, ભાજપ નેતા શ્રી પ્રજ્ઞેશ પંડ્યા, અગ્રણી શ્રી રાજુભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

ખ્રિસ્તી સંગઠનના આગેવાનો એ સમાજ ની જરૂરિયાત તથા માંગણીઓ તેમની સમક્ષ રજૂ કરી હતી. તેમના જવાબમાં ભાજપના આગેવાનો તરફથી “સબકા સાથ સબકા વિકાસ” હેઠળ “અમે તમારી સાથે છીએ.” ની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમારું કાર્યાલય આપ સૌને માટે ખુલ્લું છે કહીને હકારાત્મક પ્રતિભાવ તથા શુભેચ્છાઓ પાઠવી હતી. આગેવાનોના સન્માન સમયે ખ્રિસ્તી સમાજે ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ  આનંદ વ્યક્ત કર્યો હતો. છેલ્લે સમુહ ભોજન કરી સૌ છુટા પડ્યા હતાં.


ખ્રિસ્તી સમાજ સંગઠન તરફથી કાર્યક્રમને સફળતા અપાવનાર સર્વશ્રી મુકેશ મેકવાન, મહેશ પરમાર (ટીનાભાઈ), અર્પિત પરેરા, રોબિન્સ મેકવાન, અલ્પેશ ખાનકર, જશુભાઇ દેસાઈ, અનિલ વાઘેલા, નીલેશ પરમાર ( ગુલીયો), કર્નેલિયસ ક્રિશ્ચયન ( કેની), બોની ઠાકોર, સ્વિટુભાઈ પરમાર, નવીન ક્રિશ્ચયન, વિનોદ પરમાર, વસંત ક્રિસ્ટી, નોએલ ગ્રંડી, જશુભાઈ ક્રિશ્ચયન (કઠલાલ), રીનલ પામર, રીપલ કોન્ટ્રાકટર, રીપલ મેકવાન વગેરે એ ખુબ પરિશ્રમ અને જવાબદારી અદા કરી હતી.

(ટૂંકમાં પ્રોટેસ્ટન્ટ નવા કરાર માં માત્થી 25 થી 46 માં આપેલાં દાખલા પ્રમાણે આ સંગઠન આગળ વધી રહ્યું છે તે ઘણી આનંદની વાત છે – તંત્રી)
સૌ મિત્રોને “સામાજિકપથ ન્યૂઝ” ટીમ તરફથી અભિનંદન.