આજરોજ પરશુરામ ની જન્મોત્સવ હોવાથી અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલ શ્રી કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સવારે “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર” દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સવારે 8 કલાકથી શરૂ થઈ બપોરે 1 કલાકે મણિનગરમાં આવેલ જવાહરચોક વિસ્તારમાં આવેલ રમુજી હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ – ૯ દ્વારા આજે શ્રી પરશુરામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નું સવારે ખોખરા સર્કલ પર મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલભાઇ ભટ્ટ તથા ખોખરા વોર્ડ ના કાઉન્સિલર શ્રી ચેતન પરમાર તથા કાઉન્સિલર શ્રીમતી જીગીશાબેન સોલંકી તથા ખોખરા વોર્ડ ના બીજેપી ના પ્રમુખ અને વિભાગ – ૯ નાં મહામંત્રી શ્રી જયંતભાઈ રાવલ તથા અન્ય સન્માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.