યુરોપ નાં ત્રણેય દેશો નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપશે?



પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવી એટલે પેલેસ્ટાઈનને યુનાઈટેડ નેશન્સ માં સાર્વભૌમ રાજ્ય તરીકે તેના પ્રદેશ, પાણી અને એર સ્પેસ પર કાનૂની અધિકારોને અનુસરવાની મંજૂરી આપે છે. પેલેસ્ટિનિયન લોકોને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં તેમના પ્રદેશ પર સાર્વભૌમત્વ માટે દાવો કરવાનો અને “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે ન્યાય મેળવવા મંજૂરી આપે છે.

તા. ૭-૧૦-૨૩ ના દિવસથી ઈઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધ શરૂ થયું ત્યારે આતંકવાદી ગૃપ હમાસએ પ્રથમ વાર ઈઝરાયેલ પર રોકેટ હૂમલા કર્યા હતા. ઈઝરાયેલના સૈનિકો અને નાગરિકો ને ભારે નુકસાન થયું હતું. એ પછીના થોડા દિવસોમાં એ જાણવા મળ્યું કે હમાસના આતંકીઓ એ લાંબા સમયની ચોક્કસ યોજના હેઠળ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલ નાં ઘરોના રસોડામાં પેલેસ્ટાઈન ના નાગરિકો નોકરીઓ કરી રહ્યા હતા. આને બાતમી ભેગી કરી રહ્યા હતા. હુમલો થયાં અગાઉ તેઅોએ જોખમી જગા છોડી  દીધી હતી અને સલામત સ્થળે સરકી ગયા હતા. હુમલા સાથે એ સમયના બંદી બનાવવામાં આવેલા ઈઝરાયેલ નાં નાગરિકોમાં આજે કોની કેવી પરિસ્થિતિ છે એ ખબર પડી શકી નથી. એમાંથી કેટલાં હયાત છે એ બાબતે કોઈ વિગતવાર માહિતી મેળવી શકાઈ નથી. એ કેટલું બધું દુઃખદ અને માનવતા વિહોણું કૃત્ય છે?
બંન્ને પક્ષો એકબીજાના કટ્ટર હરીફ છે. એક પક્ષે હુમલો કરવા એક રોકેટ છોડ્યું એની સામે બીજાએ પાંચ હુમલા કરી દીધાં. એમ કરતાં કરતાં વિશ્વયુદ્ધ નાં નગારાં વાગતાં સંભળાવા લાગ્યા હતા.

મૂળ મામલો છે પેલેસ્ટાઈન ને રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવે. હમાસ ગૃપ પેલેસ્ટાઈનની સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યા નું કહેવાય છે.
આજે સાતેક મહિના પછી બંને પક્ષો તરફથી થતી ખુવારી જોઈને માનવતા ને ધોરણે પેલેસ્ટાઈન ની તરફેણમાં અવાજ ઉઠાવવા કેટલાક દેશોમાં ચહલપહલ જોવા મળે છે. ભારતમાં પણ પેલેસ્ટાઈન સપોર્ટર મોટી સંખ્યામાં છે. તેઓએ તેમની રજૂઆતો માટે જાહેર દેખાવો કર્યા હતા.

આ વાતાવરણ વચ્ચે ત્રણ યુરોપીયન દેશો ઔપચારિક રીતે 28 મેના રોજ પેલેસ્ટાઈન ને માન્યતા લાગુ કરી રહ્યા છે. તેની સામે ઈઝરાયેલના રાજકીય અધિકારીઓ એ ચેતવણી ઉચ્ચારી છે. આ ત્રણ દેશો છે – નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન. આ દેશોના નેતાઓએ કહ્યું છે કે તેમના દેશો “મધ્ય પૂર્વમાં શાંતિ” ખાતર પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે ઔપચારિક રીતે માન્યતા આપશે, ઇઝરાયેલને તરત જ તેના રાજદૂતોને પાછા બોલાવવા રજુઆત કરશે.

નોર્વેના વડા પ્રધાન જોનાસ સ્ટોરે જણાવ્યું છે કે બે-રાજ્ય ઉકેલ ઇઝરાયેલના શુભ હિતમાં છે અને પેલેસ્ટિનિયન રાજ્યની માન્યતા 28 મેથી આવશે. જો માન્યતા ન હોય તો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાઈ ન શકે” તેમણે ઓસ્લોમાં ભરાયેલી બેઠકમાં જણાવ્યું હતું.
આયર્લેન્ડના વડા પ્રધાન સિમોન હેરિસે ડબલિનમાં સમાન જાહેરાત કરી હતી, એજ રીતે મેડ્રિડમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જાહેરાત કરી હતી.
આ જાહેરાત સાથે તેમની સંસદોમાં તાળીઓના ગડગડાટ થયા હતા.