File photo
સીરસી થી કેદારધામ યાત્રિકોને લઈ જતું હેલિકોપ્ટર અચાનક યાંત્રિક ખામીને કારણે હેલીપેડ થી થોડીક જ દૂર ઉતારવું પડ્યું. યાત્રિકો માટે નું આ હેલિકોપ્ટર તેમાં 6 યાત્રિકો તથા એક પાયલોટ સવાર હતા. જોકે ઓછી ઊંચાઈથી હેલિકોપ્ટર નીચે પટકાયું હતું તેથી કોઈ જાનહાની નોંધાઈ નથી. નજીકના મેદાનોમાં ઉભેલા સ્થાનિક લોકો અને બહારથી ફરવા આવેલા યાત્રાળુઓ હેલિકોપ્ટરને ફુંદરડી ની જેમ ફરતા જોઈ , ગભરાઈ ગયા હતા અને ચિંતાજનક સ્થિતિમાં આવી ગયા હતા.
હેલિકોપ્ટરની પૂંછડી ની ખાસ મોટર માં ખામી ઊભી થઈ હતી તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ટેકનિકલ ખામી ના જાણકારોના સંશોધન પછી જાણવા મળ્યું છે કે કેદારનાથ હેલીપેડ થી ફક્ત 100 મીટર જેટલું જ અંતર બાકી હતું ત્યાં હેલિકોપ્ટરની પાછળના ભાગમાં આવેલા પંખા ની મોટર એકદમ બંધ થઈ જતા આખું હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું અને ધીમે ધીમે જમીન તરફ પડવા તરફ જઈ રહ્યું હતું.
કેદાર ધામના રુદ્રપ્રયાગ વિભાગના જિલ્લા ડાયરેક્ટર ડાયજેસ્ટર મેનેજમેન્ટ ના અધિકારીએ આ વિગતો જણાવી હતી બે દિવસના સંશોધન બાદ માલુમ પડ્યું છે કે આવી મુશ્કેલીઓ હેલિકોપ્ટરમાં ઘણીવાર જોવા મળી છે વધુ ઊંડી તપાસ કરતા એજન્ટ ટેકનિકલ એજન્સીઓને એ જાણવા મળ્યું છે કે ઓછી સ્પીડમાં ઉડતું હેલિકોપ્ટર અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આવી તકલીફો થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે આ હવામાનમાં ભેજની અસર હેલિકોપ્ટરની મોટર ઉપર થતી હોય છે જે હેલિકોપ્ટરના ટેકનિકલ સાધનોને કામ કરતા રોકે છે અને પાયલોટ હેલિકોપ્ટર નું નિયંત્રણ ગુમાવે છે.
ઇન્સ્ટ્રુમેન્ટ પેનલમાં વિદ્યુત સમસ્યાઓ અથવા ભેજ ઘનીકરણને કારણે ઘણીવાર ઇન્સ્ટ્રુમેન્ટની નિષ્ફળતા થાય છે.
હેલિકોપ્ટરમાં ઉભી થતી આવી સમસ્યાઓને સાદી ભાષામાં લોસ ઓફ ટેલ કહેવામાં આવે છે. LTE દ્વારા થતા અકસ્માતો સામાન્ય રીતે નીચી ઉંચાઈ અને ઓછી એરસ્પીડ પર થાય છે.