ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમીને લઈને ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી ગુજરાતની જનતાને ગરમીમાં સાવધાન રહેવા માટે તાકીદ કરી છે. તથા તાપમાન હજુ ઉંચુ જવા તથા ગરમીમાં સાવચેતીના પગલા લેવામાટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ટ્વીટમાં શું જણાવ્યું છે તે ટ્વીટ અહિં વાંચી શકો છો.
ગરમીના પારા એ આજે 46નો આંકડો પાર કરી દીધો છે. આજે અમદાવાદ 46.6 ડીગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે. આ અગાઉ 2016માં ગુજરાતમાં 48 ડીગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના ટ્વીટમાં હજુપણ તાપમાન ઉંચુ જવાની આગાહી કરી છે.