૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સમગ્ર વિશ્વમાં અનેક સ્થળોએ વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સવારે ૧૧ વાગ્યે ઘોડાસર બીઆરટીએસ કોરીડોરમાં ભાજપ અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકથી ચૂંટાયેલા સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા અને મણિનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ બાદ સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને અભિવાદન કર્યું હતું.