શું ભાજપ માટે જશ્નનો કે મનોમંથનનો સમય?

આજે તા. 04-06-2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ઈન્ડિયા ગઠબંધનને 233 સીટ તથા એનડીએને 292 સીટ પર વિજય મેળ્યો છે.

વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કુલ 612970 વોટોથી ભવ્ય વિજય થયો છે જ્યારે બીજી બાજુ રાયબરેલી બેઠક પરથી 687649 તથા વાયનાડ બેઠક પર 647445 વોટોથી રાહુલ ગાંધીનો વિજય થયો છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને 1010972 વોટોથી જનતાએ વિજય બનાવ્યા છે. જ્યારે બીજી બાજુ ભાજપ ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી સૌથી વધુ 1031065 વોટોથી વિજયી થયા છે.

ગુજરાતમાંથી મોટા દિગ્ગજ ગણાતા નેતાઓનો વિજય થયો છે. જેમાં અમિત શાહ (ગાંધીનગર), સી.આર. પાટીલ (નવસારી), પુરુષોત્તમ રુપાલા (રાજકોટ), પૂનમ માડમ (જામનગર), દેવુસિંહ ચૌહાણ (ખેડા), મનસુખ વસાવા (ભરુચ)નો સમાવેશ થાય છે.

જ્યારે બનાસકાંઠા બેઠક પરથી એક માત્ર કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે.

એક્ઝિટ પોલના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. એક્ઝિટ પોલથી તદ્દન વિપરીત પરિણામ આવતા ભાજપના નેતાઓને મનોમંથન કરવા મજબૂર કરી દીધા છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમાજવાદી પાર્ટીને બહૂમત મળ્યો છે. અખિલેશ યાદવ કનૌજથી તથા ડિમ્પલ યાદવ મૈનપુરીથી જીત મેળવી છે. તથા બીજી બાજુ ભાજપના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી (વારાણસી), અરુણ ગોવિલ (મેરઠ), હેમા માલિની (મથુરા) તથા કોંગ્રેસના રાહુલ ગાંધી (રાયબરેલી) થી વિજય બન્યા છે.

નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓનુ અભિવાદન કરી રહ્યા છે

શું કારણો હતા કે જેનાથી અબકી બાર 400 પારના સપનાને ભાજપ સાકાર ના કરી શક્યું? શું ભાજપ સંગઠનમાં જ અસંતોષના લીધે પરિણામ પર અસર થઈ ? સામાન્ય જનતાના મુદ્દા ગાયબ હતા તેની લોકોએ નોંધ લીધી ? ઘણા મુદ્દાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે આ પરિણામ પાછળ જેની નોંધ લેવામાં આવશે તે નજીકનાં ભવિષ્યમાં જ ખબર પડશે.