હાલ અમદાવાદ અને ગુજરાતના અનેક જિલ્લાઓ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવી ગરમીનો સામનો કરી રહ્યા છે અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આવતા થોડા દિવસોમાં જ અલગ અલગ જિલ્લાઓમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળવાની શરુઆત થઈ જશે. ભારતિય હવામાન ખાતાએ 7 તારીખથી 12 તારીખ સુધીમાં અલગ અલગ જિલ્લાઓમાં સામાન્ય થી મધ્યમ તથા છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.
આવતા અઠવાડિયા સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
One Comment on “હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના આગમનની આગાહી”
Comments are closed.