NDA ૩.૦ની સંપૂર્ણ મંત્રીમંડળની યાદી જાહેર થઈ

૯ જૂને સાંજે વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેદ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે અને પોતાનો પદભાર સંભાળી લીધો છે તથા અન્ય કેન્દ્રિય મંત્રીઓને વિભિન્ન કાર્યક્ષેત્રનો હવાલો આપીને કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ૩૦ કેબિનેટ મંત્રી, ૫ રાજ્યમંત્રી (સ્વતંત્ર કાર્યભાર) તથા ૩૬ રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. જેની સંપુર્ણ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કેબિનેટ મંત્રીઓની યાદી અહીં મૂકવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યભારમાં પ્રધાનમંત્રી પદની સાથે જનતાની ફરિયાદ, પેન્શન અને કર્મચારી મંત્રાલય, અણુ ઊર્જા મંત્રાલય, અવકાશ વિભાગ, અગત્યની નીતિ બાબતો તથા તે બધાજ પોર્ટફોલિયો કે જે બીજા કોઈપણ મંત્રીઓને ન ફાળવેલ હોય તેવા મહત્વના મંત્રાલયો સામેલ કરવામાં આવ્યા છે.

કેબિનેટ મંત્રીઓ:-

૧) શ્રી રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રી

૨) શ્રી અમિત શાહ – ગૃહ તથા સહકારિતા મંત્રી

૩) શ્રી નીતિન ગડકરી – પરિવહન તથા ધોરીમાર્ગ મંત્રી

૪) શ્રી જગત પ્રકાશ નડ્ડા – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી

૫) શ્રી શિવરાજ સિંહ ચૌહાણ – કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી

૬) શ્રીમતી નિર્મલા સીતારામન – નાણાં તથા કોર્પોરેટ અફેર મંત્રી

૭) ડો. સુબ્રમણ્યમ જયશંકર – વિદેશ મંત્રી

૮) શ્રી મનોહરલાલ – આવાસ અને શહેરી તથા ઉર્જા મંત્રી

૯) શ્રી એચડી કુમાર સ્વામી – સ્ટીલ તથા મોટા ઉદ્યોગ મંત્રી

૧૦) શ્રી પિયુષ ગોયલ – ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી

૧૧) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રી

૧૨) શ્રી જીતન રામ માંજી – સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસ મંત્રી

૧૩) શ્રી રાજીવ રંજન સિંહ – પંચાયતી રાજ અને મત્સ્ય, પશુપાલન તથા ડેરી ઉદ્યોગ મંત્રી

૧૪) શ્રી સરબાનંદ સોનોવલ – જળમાર્ગ, બંદર, વહાણ પરિવહન મંત્રી

૧૫) ડો. વિરેન્દ્રકુમાર – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી

૧૬) શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ – નાગરિક ઉડ્ડયન મંત્રી

૧૭) શ્રી પ્રહલાદ જોશી – ગ્રાહક બાબતોના મંત્રી, ખાદ્ય અને જાહેર વિતરણ  અને નવી તથા નવીનીકરણીય ઊર્જા મંત્રી

૧૮) શ્રી જુ્વાલ ઓરમ – આદિવાસી બાબતોના મંત્રી

૧૯) શ્રી ગિરિરાજ સિંહ – કાપડ ઉદ્યોગ મંત્રી

૨૦) શ્રી અશ્વિની વૈષ્ણવ – રેલ તથા માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીકી મંત્રી

૨૧) શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા – પૂર્વ-ઉત્તરી વિકાસ તથા સંચાર મંત્રી

૨૨) શ્રી ભુપેન્દ્ર યાદવ – વન, પર્યાવરણ અને પ્રાઇવેટ ચેન્જ મંત્રી

૨૩) શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત – સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી

૨૪) શ્રી અન્નપૂર્ણા દેવી – બાળ અને મહિલા વિકાસ મંત્રી

૨૫) શ્રી કિરેન રિજીજુ – સંસદીય બાબતો તથા લઘુમતી બાબતોના મંત્રી

૨૬) શ્રી હરદીપસિંહ પુરી – નેચરલ ગેસ તથા પેટ્રોલિયમ મંત્રી

૨૭) ડો. મનસુખ માંડવીયા – શ્રમ,રોજગાર તથા રમત અને યુવા બાબતોના મંત્રી

૨૮) શ્રી જી કિશન રેડ્ડી – કોલસા તથા ખાણ મંત્રી

૨૯) શ્રી ચિરાગ પાસવાન – ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી

૩૦) શ્રી સી આર પાટીલ – જળ શક્તિ મંત્રી