ગાઝા- પેલેસ્ટાઈન હજી મેદાનમાં છે

પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઇઝરાયેલના બંદી બનાવેલા લોકોને છોડાવવા માટે બે દિવસ પહેલા ઇઝરાયેલએ અચાનક હુમલો કર્યો હતો તેમાં 280 થી વધારે લોકો મૃત્યુ પામ્યા તથા 650 થી વધારે લોકો ઘાયલ થયા છે. તેમાં ઘણા બધા અતિગંભીર પરિસ્થિતિમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હકીકત એમ છે કે અત્યાર સુધીના ઇઝરાયેલના કરેલા હુમલા ઓમાં આ વધુ ગંભીર હુમલો છે જેમાં એક સાથે આટલા બધા લોકો મૃત્યુ પામ્યા છે.

આ બનાવની વિગત ઘણા બધા પ્રેસમાં રિલીઝ થઈ છે જે જેનો આંકડો ખૂબ વાસ્તવિક અને દર્દનાક ગણવામાં આવે છે ઇઝરાયેલના કૃતિઓને માનવતા હીન કૃત્ય ગણવામાં પશ્ચિમના દેશોએ કરેલો છે અને એની સામે દેખાવો કરવામાં આવ્યા છે.

અન્ય બીજા એક પ્રેસ રીલીઝ દ્વારા જાણવા મળ્યું છે કે
8 જૂનના રોજ ગાઝામાં 280 થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો વધુ ઘાયલ થયા હતા એવુ તેના આરોગ્ય મંત્રાલય અનુસાર જાણવા મળ્યું છે. તે મંત્રાલય કહે છે કે ડિસેમ્બરના મધ્યથી ગાઝાનો સૌથી ભયંકર દિવસ હતો. 7- ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરાયેલા ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે IDF ઈઝરાયેલ ડીફેન્સ ફોર્સ ના વિશેષ ઓપરેશન દરમિયાન મોટાભાગના માર્યા ગયા હતા.

CNN જેવી સમાચાર સંસ્થાઓ ગાઝા મંત્રાલયના આરોગ્યના આંકડાઓને સ્વતંત્ર રીતે તપાસ કરી શકતું નથી એ વિટંબણા છે.
આસપાસના અને પશ્ચિમી દેશોના આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મધ્ય ગાઝાના નુસીરત શરણાર્થી શિબિરમાં ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 274 પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી છે.

ગાઝા પટ્ટીના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે “અભૂતપૂર્વ ક્રૂર હુમલામાં” ઓછામાં ઓછા 698 અન્ય ઘાયલ થયા હતા, કેટલાકની હાલત ગંભીર છે, કારણ કે હોસ્પિટલો ઘાયલ અથવા મૃતદેહોના પ્રવાહ સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે.