આરએસએસ ના વડા શ્રી મોહન ભાગવતે કરેલી વાતો નો ટૂંકો સાર 



ચૂંટણી ના પરિણામો અને સરકાર બન્યા પછી લોકશાહી સરકારમાં તેના નિયમ પ્રમાણે બધું બનતું આવ્યું છે. કેમ થયું, કેવી રીતે થયું વગેરે બાબતોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પડતો નથી. સંઘ દર વખતે પોતાનું કાર્ય કરતો રહે છે. કામ બધા કરે છે, પણ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. પોતાનું કામ કરતી વખતે બીજાને ધક્કો ન લાગવો જોઈએ તે જ તેની મર્યાદા છે. તેમાં અહંકાર નથી આવતો કે મેં આ કામ કર્યું છે. તે જ સાચો સેવક કહેવડાવવાનો અધિકારી બને છે.

લોકશાહી તંત્ર માં બે પક્ષ હોય છે એક પક્ષ બીજાને મદદરૂપ થવા માટે હોવો જોઈએ તે તેમાં પણ એક મર્યાદા રહેલી છે. અસત્ય નો ઉપયોગ ન કરવો જોઈએ સંસદમાં પસંદ કરેલા લોકો સહમતી બનાવીને દેશ ચલાવશે. સહમતિ સાથે આગળ વધવાની આપણા દેશની પરંપરા છે.

દરેક બાબતે સમાનતા હોય છે પણ ચિત્ત મન બાબતે સમાનતા હોવી મુશ્કેલ છે તેમાં પ્રત્યેક વ્યક્તિ નું ચિત્ત મન અલગ જ હોય છે એટલે જ સો ટકા મત મળશે તેવું સંભવ નથી છતાં જે છે તેની સાથે ચાલીશું.

આપણો દેશ પર્યાવરણ સાચવીને નદી, પહાડો, વૃક્ષો નો વિચાર કરીને જીવવાની સંસ્કૃતિ છે પશુ, પક્ષી ની પૂજા કરીને સર્વ જીવોને સન્માનિત છીએ. તે આપણા સંસ્કાર નો નમૂનો છે.

આપણે ચિત મનથી અલગ હોવા છતાં સંસદ ચલાવવા માટે ભલે બે પક્ષ હોય પણ સહમતિ સાથે સ્પર્ધા સાથે પણ આપણે એકમત થવું પડે છે. બહુમતી મેળવવા માટે સ્પર્ધા થાય છે પણ સ્પર્ધા કોઈ યુદ્ધ નથી. જે રીતે અમુક વાતો ફેલાવી એકબીજાને માનસિક કષ્ટ આપવામાં આવ્યું. પ્રચારમાં કરવામાં બે ભાગલા થાય એનો ખ્યાલ રાખવામાં ન આવ્યો અને વાતાવરણ ડહોળાયું. તેના કારણે સંઘ જેવા સેવાકીય સંગઠનોને સ્પર્ધામાં ઢસડી જવામાં આવ્યા.
આધુનિક ટેકનોલોજીના સહારે અસત્ય વાતો પીરસવામાં આવી વિજ્ઞાનની આ શોધનો શું સારો ઉપયોગ છે? સજ્જનો વિદ્યાનો આવો ઉપયોગ કદી કરતા નથી વિદ્યાનો ઉપયોગ પ્રબોધન શિક્ષણ આપવા માટે હોય છે પણ આધુનિક વિજ્ઞાન દ્વારા અસત્ય પીરસવા માટે થાય છે જે દુઃખદ છે. આમ આ દેશ કેવી રીતે ચાલશે? વિરોધી પક્ષ જે કહેવાય છે તેને ભાગવત સાહેબ પ્રતિપક્ષ કહે છે તે વિરોધી નથી.