રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ


રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ લાગતાં બે બાળકોના મૃત્યુ, મૃત્યુ આંક વધવાનો સંભવિત, 20 થી વધુ લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. કલેક્ટર ,પોલીસ કમિશનર અને ફાયર બ્રિગેડ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

રાજકોટ TRP ગેમિંગ ઝોનમાં આગ ફાટી નીકળી હતી અને કેટલાક જાનહાનિની માહિતી છે, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે” આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. તે તપાસનો વિષય છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને અનેક ફાયર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. અમે શું પગલાં લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છીએ”

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી માહિતી આપી, તે પણ તંત્રના સંપર્કમાં, બચાવ અને રાહત કામગીરી માટે તંત્રને સુચના આપવમાં આવી છે.