કાર્યક્ષમતામાં વધારો, દરેક કાર્યમાં પારદર્શિતા તથા ઝડપી નિકાલ થાય તે હેતુથી સામાન્ય વહિવટી વિભાગ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ રહ્યો છે તે ખોટો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે સરકાર દ્વારા ઉપરોક્ત હેતુ માટે વિચારધારા અમલમાં મુકવામાં આવી છે. તે અંતર્ગત દેશના દરેક નાગરિકે પોતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા અન્ય તમામ ઓળખ પત્રોમાં પોતાનું તથા માતા-પિતાનુ નામ, અટક, જન્મ તારીખ તેમજ તમામ ઓળખ પત્રોમાં દરેકનો સ્પેલિંગ અને જોડણી એક સમાન હોવા જરુરી છે.
આ ઉપરાંત પરિપત્રમાં જણાવાયું છે કે આ દરેક નાગરિકની પ્રથમ ફરજ હોવાથી સુધારો કરાવી લેવાનો રહેશે. જો કોઈપણ ઓળખપત્રમાં ગુજરાતી કે અંગ્રેજી નામ એક સમાન નહિં હોય અને સ્પેલિંગ કે જોડણીમાં ભૂલો હશે તો કોઈપણ દસ્તાવેજ કોઈપણ કચેરીમાં માન્ય ગણવામાં આવશે નહીં.
આ પરિપત્ર બાદ લોકો જાગ્યા છે અને સુધારો કરાવવા માટે અલગ અલગ કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. સરકારી તંત્રો દ્વારા કરેલી ભૂલોનું પરિણામ હવે સામાન્ય જનતા ને ભોગવવાનુ થયું છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ પરિપત્ર ખોટી રીતે ઉપજાવી કાઢેલ છે તેથી હવે ભવિષ્યમાં આ પરિપત્ર પર શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું.