ઘણા લાંબા સમયથી ચાલતી કાનૂની લડતને સુપ્રિમ કોર્ટે ચુકાદો આપી રામ મંદિર નિર્માણ માટે લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ રામ મંદિર નિર્માણ જોર શોરથી ચાલતું હતું.
હવે જ્યારે રામ મંદિર નિર્માણના અંતિમ ચરણ માં છે ત્યારે ૨૨-૦૧-૨૦૨૪ ના રોજ પ્રાણ – પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે તથા સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, આ બધા વચ્ચે દેશ દુનિયાના નેતાઓ, કલાકારો, ઉધોગપતિઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે
ખુબજ મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તે દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ – શહેરે શહેર રેલીઓનું આયોજન કરવામાં આવેલ છે. જેથી સમગ્ર દેશમાં પવિત્ર અને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવશે.