શ્રી રામ શર્મા આચાર્ય
★આપણે ઈશ્વરને સર્વવ્યાપી અને ન્યાયકારી માનીને એમના અનુશાસનને આપણા જીવનમાં ઉતારીશું. ★શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું. ★મનને કોઈ વિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. ★ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમ નો સતત અભ્યાસ કરીશું. ★પોતાને સમાજનું એક વિભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. ★મર્યાદાઓનું પાલન કરીશું. ★ખરાબ ટેવોથી દૂર રહીશું. ★નાગરિક કર્તવ્યનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું. ★સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનના અભિન્ન અંગ માનીશું. ★ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. ★અનિતીથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી સફળતાને માથે ચડાવીશું. ★માણસનું મૂલ્યાંકન તેની સફળતાઓ યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહીં પણ તેના સદવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું. ★બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે આપણને પોતાને પસંદ ન હોય. ★આપણે નરનારી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું. ★સંસારમાં સદપ્રવૃત્તિઓના ફેલાવવા માટે આપણો સમય પ્રભાવ જ્ઞાન પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું. ★પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશું. ★સજ્જનોને સંગઠિત કરવા, અનિતીનો સામનો કરવામાં અને નવસર્જનની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રસ લઈશું. ★રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. ★જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ. ★માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે ★આ વિશ્વાસના આધારે આપણી માન્યતા છે કે આપણે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે ★આપણે બદલાઈશું યુગ બદલાશે. ★આપણે સુધરીશું યુગ સુધરશે. આ કથન પર આપણને સંપૂર્ણ વિશ્વાસ છે.
(“યુગઋષિનો સંદેશ” નામના પુસ્તકમાં લખેલાં આ યુગ નિર્માણ સત્સંગ સંકલ્પ અહીં પીરસવામાં આવ્યા છે. જે દરેક માનવને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે.)