દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અમદાવાદમાં ઉતરાયણના કાઇટ ફેસ્ટિવલમાં પધારેલ હતા. તેમણે ખૂબ આનંદથી પતંગ ચઢાવવામાં ભાગ લીધો અને પોતાનો અમદાવાદ સાથેનો સંબંધ વધારે મજબૂત કર્યો હતો તેમણે આસપાસની અમદાવાદની વસ્તીને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગૃહમંત્રી શ્રીએ અહીં આવેલા અમદાવાદના મશહૂર પવિત્ર જગન્નાથ મંદિર ની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં પ્રાર્થના- પૂજામાં ભાગ લીધો હતો. ગુજરાતમાં આ તહેવાર પતંગ ચગાવવા અને એકબીજા સાથે પેચ લગાવવામાં માટે જાણીતો છે.
જુના અમદાવાદની પોળો ના ધાબા અને છાપરાઓ ઉભરાઈ ગયા હતા. આ ધાબાઓ એક દિવસ પૂરતા ૧૦ થી ૫૦ હજાર રૂપિયા ના ભાડામાં શોખિન લોકો ભાડે લે છે. તેના ભાડા દર વર્ષે વધતા જાય છે. ઉત્તરાયણ મકરસંક્રાંતિ દેશના બીજા રાજ્યો જેમકે તમિલનાડુમાં ‘પોંગલ’, આસામ માં ‘બિહુ’ તથા પંજાબમાં ‘લોહરી’ તહેવાર ધાર્મિક ભાવનાથી ઉજવવામાં આવે છે. આ દિવસે અમિત શાહજી અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.
good cartoon