ધાર્મિક સંસ્થાની આડ માં ચાલતી છેતરપિંડી?

ભારતમાં બંધારણ પ્રમાણે દરેક જાહેર મિલકત જે ટ્રસ્ટ અને સોસાયટીમાં, લોકહિતના કાર્યના હેતુથી નોંધાયેલા હોય, અને લોકોના દાન – દક્ષિણા, ફાળો, મદદ, સહયોગ થી ચાલતા હોય એવી દરેક સંસ્થા કે ઓર્ગેનાઈઝેશન એ ફરજિયાત સરકારી કાયદા કાનુન ધારા ધોરણ પ્રમાણે ચાલવું જોઈએ. દરેક સંસ્થાની કમિટી – સમિતિ સભ્યો ની આ નૈતિક જવાબદારી (ફરજ) છે.

ઘેરઘેર ફરીને નાણાં ઉઘરાણી કરો છો અને સારી એવી ટકાવારી મેળવીને ખિસ્સા ખર્ચ ઉભું કરી લો છો?
જે સંસ્થાની કમિટી લોકો પાસેથી દાન ના નાણાં સ્વિકારે છે તેણે દર વર્ષે હિસાબ આપવો ફરજિયાત છે, એ નિયમનું પાલન નહીં કરનાર ગંભીર સજાને પાત્ર છે. (આપણાં જ લોકો ની સંસ્થા છે તેથી કંઈ વાંધો નહીં આવે, એવું વિચારતા હો તો ચેતી જજો. આસપાસ ના ભાગીદાર લોકો તમારા લાગતાં હશે, પણ નાણાં સરકારી RBI નાં છે) એમાં ગેરમાર્ગે દોરવા કે દોરાવા થી ફૌજદારી ગુન્હો બને છે. માટે સંસ્થા ના આગેવાનોએ પોતાની જાતને તપાસી લેવી.

નાણાંકીય ગોલમાલ, જમીનોના બારોબાર ખોટાં પેપર્સ બનાવી ને વેચાણ કરવા, કે ભાડે પટ્ટે આપવાની અને સંસ્થાની જમીનમાં દુકાનો બનાવીને ભાડા ખાવાની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (સરકારની નજર બહાર) કરવામાં આવી રહી છે. જેને કારણે દેશની આર્થિક પરિસ્થિતિ પર ભારે અસર કરે છે. અત્યારના કાયદા અને પરિસ્થિતિ પ્રમાણે જે ભૌગોલિક સંકટ ઉભું થયું છે, તેમાં જાણે – અજાણે ગેરકાનૂની સહકાર આપીને દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓના કાયદામાં સપડાઈ ન જાવ એ ધ્યાનમાં રાખવું.

બેંકો, સરકારી ઓફિસો, તથા ગુજરાત- ભારત સરકારની હદમાં આવતી દરેક કચેરીઓ સાથે સુમેળ રાખી આગળ વધવું ખૂબ આવશ્યક છે. (તંત્રી- સામાજિકપથ.કોમ)