Visa ને નામે ઠગાઈ

અમેરિકા જવા માટે ગુજરાત માં થી સુરત અને અમદાવાદમાંથી ઘણા બધા લોકો તલ પાપડ થતા હોય છે. તાજેતરમાં બનેલી એક ઘટના માં એક વિઝા નું કામ કરનાર બનાવટી કંપની ના નામે એક શખશે રૂપિયા 41 લાખથી વધુ છેતરપિંડી કરીને પડાવી લીધાની ઘટના આજે પોલીસ ખાતાના ક્રાઈમ બ્રાન્ચ માં નોંધાઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર માસથી એક વિઝીટર અમેરિકા જવાનું પ્લાન કરી રહ્યા હતા તે વીઝા બનાવનાર એક ઠગની જાળમાં ફસાઈ જતા રૂપિયા ૪૧ લાખ થી વધુ માતબર રકમ તેણે ચાર માસમાં ગુમાવી દીધી હતી. સમયસર તેમને વિઝા ન મળતા તેમણે તેમને છેતરાયા નો અહેસાસ થતાં વિઝીટર ગ્રાહકે પોલીસને ફરિયાદ કરી હતી.

તેની crime દ્વારા તાત્કાલિક તપાસ થતાં અમદાવાદમાંથી અને હૈદરાબાદ માંથી એક જ કુટુંબની બે વ્યક્તિઓ ફ્રોડ ધંધો કરતા ઝડપાઈ હોવાનું જણાયું છે. બીજી ઘણી વિગતો આ આરોપીઓ દ્વારા તપાસમાં બહાર આવવાનું લાગી રહ્યું છે.