વાતાવરણમાં અચાનક પલટો આવી શકે. (પ્રવાસ ટાળો)

ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી વિચિત્ર પ્રકારનો તાપ લાગી રહ્યો છે, ઠંડક ખૂબ જ ઓછી અને ઉનાળા જેવી ગરમી થી લોકો ત્રાહિમામ પોકાઈ ગયા છે. લોકોને ખૂબ જ પરસેવો થતો જોવા મળે છે અને આકાશ 24 કલાક વાદળછાયું દેખાય છે તેથી વાતાવરણમાં અસહ્ય બાફ મારે છે, તેથી અચાનક પલટો આવી શકે એવી જાણકારોની ધારણા છે.

હવામાન અનુમાન લગાવી શકાય છે કે અરબી સમુદ્રમાં મુંબઈ બેંગ્લોર થી લગભગ 200 કિલોમીટર દૂર નવી લો પ્રેશર સિસ્ટમ ઉભી થઈ ગઈ છે જોકે એની ગતિ દિશા ભારતથી પશ્ચિમમાં હોવાના સંકેત છે પરંતુ એને કારણે પૂર્વ તરફથી વરસાદી વાદળો બેંગ્લોર અને મુંબઈ તરફ ખેંચાઈ રહ્યા નું હવામાન જાણકારો અનુમાન કરી રહ્યા છે. તેથી આગામી દિવસોમાં એકાદ બે ભારે ઝાપટા તથા હળવા વરસાદ ની આગાહીઓ વર્તાઈ રહી છે. જોકે ગુજરાતનાં સૌરાષ્ટ્ર માં કેટલાક ભાગોમા નવસારી તથા દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ એ સિસ્ટમની અસર પૂરી થયા બાદ વાતાવરણમાં ઠંડક લાગી શકે છે.

હવામાન મીડિયામાં સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે, તા. 19મી ઓક્ટોબરના રોજ તાપી, વ્યારા, સોનગઢ તથા ડાંગ ની પહાડીઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે 20મી તારીખે તાપી,. બારડોલી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી તથા દમણ દાદરા નગર હવેલીમાં વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તા.21મી તારીખે સોમવારે સૌરાષ્ટ્રમાં, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા હોવાથી સતર્ક રહેવા ભલામણ કરવામાં આવે છે. અમદાવાદ, તથા ઉત્તર ગુજરાત માં ગરમીનું પ્રમાણ મામુલી ફેરફાર સાથે યથાવત રહશે.