ઉત્તર કોરિયાએ સાત મિસાઈલો છોડી.

ઉત્તર કોરિયાના રાજકીય સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન એ અમેરિકામાં ચાલી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામોના સમયે જ શોર્ટ રેન્જની સાત મિસાઈલનું સોમવારે સવારે સાત વાગે ધમાકેદાર પ્રક્ષેપણ કર્યું.

કિમ જોંગ ઉન ડિસેમ્બર 2011 થી રાજકીય વર્કર્સ પાર્ટી ના લીડર તરીકે કાર્યરત છે. કીમ ઝોન જાપાન અને સાઉથ કોરિયાના મિલેટ્રી ડ્રીલ્સ ને વખોડે છે. તેના જવાબમાં તેણે આ સાત મિસાઈલો ને દરિયામાં છોડી હતી, જે જાપાનના ઇકોનોમિક ઝોન કહેવાતા વિસ્તારની નજીક દરિયામાં પડી હતી. આ મિસાઈલો ઉત્તર કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલા પ્યોંગયોંગ ના સેરિવોન શહેરથી છોડવામાં આવી હતી.

દક્ષિણ કોરિયાના મિનિસ્ટરે કહ્યું કે ‘અમેરિકાની ચૂંટણીના સંદર્ભે આ દેખાવ કરવામાં આવ્યો છે તે રાજકીય રીતે સૂચક છે.’ તેમણે ઉમેર્યું કે ‘આ રીતે વોશિંગ્ટન નું ધ્યાન દોરવામાં આવ્યું છે.’ એક વિશ્વ પ્રતિનિધિ મંડળે કહ્યું કે ‘ઉત્તર કોરિયા તેમની હયાતી ને રંગે ચંગે વધારીને પ્રદર્શિત કરવાનું બાકી રાખતા નથી. કહેવાય છે કે ઉત્તર કોરિયાએ અઢળક બળતણ આ મિસાયેલો પાછળ બગાડ્યું છે. ન્યુક્લિયર મિસાઈલ નો ટેસ્ટ કરવાથી દક્ષિણ અને ઉત્તર કોરિયા વચ્ચે વિરોધને જાહેર કરે છે અને તણાવ ઉભો કરે છે. આ પ્રયોગમાં રશિયા સાથે ના સંબંધોની પણ નોંધ લેવાઈ છે.
રશિયા – ઉત્તર કોરિયાના સંબંધો ધ્યાનમાં લેતા યુએસ સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિને પુષ્ટિ કરી છે કે “કીમજોંગ ઉન ની આગેવાની હેઠળ ઉત્તર કોરિયા એ રશિયામાં સૈનિકો તૈનાત કર્યા છે, જે ઉત્તર કોરિયાના શહેર અને મોસ્કો વચ્ચેના ગાઢ સંબંધો છે તેવું દર્શાવે છે.”

રોમમાં પત્રકારો સાથે વાત કરતા ઓસ્ટીને ચોખવટ કરી છે કે ઉત્તર કોરિયાના કેટલાક સૈનિકો પહેલેથી જ રશિયા સાથે જોડાયેલા છે, જોકે આ ઉભરાતા સંબંધોની ચોક્કસ ભૂમિકા શું છે, તે હાલ પૂરતું જાણી શકાયું નથી પણ પશ્ચિમના દેશો માં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે.