મણિપુરની જ્વાળા દિલ્હી સુધી પહોંચી

મીડિયા રિપોર્ટર પત્રકાર રાઘવ કુમાર એમના રિપોર્ટમાં જણાવે છે કે દોઢ વર્ષે પણ મણીપુરની કોમી હિંસા હજુ શાંત પડી નથી. મણીપુરના રોડ રસ્તા સુમસામ વેરાન થઈ ગયા છે, બે આદિવાસી જૂથ લડી રહ્યા છે. પોલીસ પાસે એવી કોઈ જાદુઈ લાકડી નથી કે તેને તેના દ્વારા સાચા ગુનેગારોને શોધી શકાય.
મુખ્યમંત્રી બિરેન્દ્ર સિંહ કહે છે કે મણીપુર ને કાબુમાં લેવા વધુને વધુ સૈનિક કંપનીઓ મૂકવામાં આવી છે. 11 નવેમ્બરથી તોફાનો નો નવો દોર શરૂ થયો છે. ઘટના એવી બની છે કે મણીપુરના જરીબામ વિસ્તારમાં આવેલ રાહત છાવણીઓમાં મૈઈતી સમુદાયના લોકો રહે છે તેમની ઉપર ઈરાદા પૂર્વક હુમલાઓ થયા છે અને પોલીસ સ્ટેશન પર કૂકી ઉગ્રવાદીઓએ હુમલા અને આગ ચાંપીને હિંસા અને મોટે પાયે તોડફોડ કરવામાં આવી છે. આખા મણીપુરને વેરવિખેર કરવામાં આવ્યું છે.
હવેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં હિજરત થઈ ગયાં છે. હજારો લોકો ઇમ્ફાલ શહેરના રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. મણીપુર ના આદિવાસીઓ વચ્ચેની લડાઈ ની જ્વાળા કંટ્રોલ નહીં થતાં સરકારે હિંસા કાબુમાં લેવા આદિવાસીઓના છ જિલ્લામાં “આફ્સા” કાયદો લગાડીને આર્મીને છૂટોદોર આપ્યો છે. તેનાથી વિરોધી સમુદાય ગુસ્સામાં છે.
એક રીલીફ કેમ્પમાં ત્રણ મહિલા અને ત્રણ બાળકોને ઉગ્રવાદીઓ ઉઠાવી ગયા હતા તેમની કત્લેઆમ કરી તેમના શબ નદીમાં વહેતાં કરી દેવામાં આવ્યા તે ત્રણ દિવસે હાથ લાગ્યા છે. તે બનાવથી હિંસા એ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. તે શબોને જોતા ખ્યાલ આવે છે કે આ એ જ શબો છે કે જેમને ઉપાડી લેવામાં આવ્યા હતા. સ્થાનિક સત્તાધારીઓએ એ વિશે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી અથવા કંઈક જવાબ આપવા માટે એ હોશહવસ ખોઈ બેઠા છે. આ ઘટનામાં પોલીસ ફાયરિંગ માં માર્યા ગયેલાઓ કૂકી જાતિના ચરમપંથી ઉગ્રવાદીઓ હોવાનું બહાર આવ્યું છે. 10 જણના મોત ઇમ્ફાલ શહેરમાં મળ્યા છે. આ સાથે મુખ્યમંત્રી અને વિધાયકોના ઘરો ઉપર ઉગ્રવાદીઓ હુમલાઓ કરી ત્રાટકી રહ્યા છે. તેમની સુરક્ષા માટે કડક કાર્યવાહી થઈ રહી છે અને સરકારી ઓફિસરો તથા વિધાયકો માં ફફડાટ પેઠેલો છે. મણીપુર ની જનતા આ તોફાનોમાં ત્રાહિમામ પોકારી ગઈ છે અને સરકાર કંઈ નથી કંઈ કરતી નથી એવી વાત ચારે કોર ફેલાઈ છે પણ છાકટા બનેલા ઉગ્રવાદીઓ વધુને વધુ હિંસાઓ પર ઉતરી ગયા છે.
કેટલાક જાણીતા અભ્યાસુઓ યુટ્યુબ અને ડીજિટલ માધ્યમો દ્વારા શંકા વ્યક્ત કરે છે કે મણીપુરના તોફાનો સરહદ પારથી સંચાલિત કરવામાં આવ્યા છે. આસપાસના બીજા રાજ્યો તથા નાગાલેન્ડના આદિવાસીઓ પણ બળતામાં ઘી હોમી રહ્યા છે અને પડદા પાછળ સક્રિય ફાળો ભજવી રહ્યા છે.
જાણકારોનું એવું પણ અનુમાન છે કે બાંગ્લાદેશ ની થીયરી પેટર્ન પર જ અહીં પણ કાર્ય થતું જોવા મળે છે. હ્માર શિડ્યૂલ કાસ્ટ નામની નવી જાતિ બહાર આવી છે જેઓ આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું મનાય છે. હવે એ જોવાનું રહે છે કે સરકાર અને પોલીસ મણિપુર ની હિંસા કઈ રીતે કાબુમાં લઈ શકે છે?