સ્ટેટ સાયબર સેલ અને CID crime, ગાંધીનગરના સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત અવારનવાર સ્કૂલ – કોલેજો તથા સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં સાયબર જાગૃતિ માટે કાર્યકમ નું નિયમિત આયોજન કરવામાં આવે છે. તે માટે રાજ્યભરમાંથી સક્ષમ સ્વયંસેવકો પસંદ કરવામાં આવ્યા છે.
તારીખ 4-12-24ના રોજ (CIPET) ઇન્સ્ટિટયૂટ ઓફ પેટ્રોકેમિકલ ટેકનોલોજી, જીઆઇડીસી, વટવા ખાતે આવેલ કોલેજમાં “સાયબર અવેરનેસ કાર્યક્રમ” રાખવામાં આવ્યો હતો, તેમાં શ્રી નેવિલ વિ. સોલંકીએ સુંદર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કાર્યક્રમ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રોગ્રામર સાહેબે કાર્યક્રમની પ્રશંસા કરી હતી. અને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
સામાજિક પથ શ્રી નેવિલભાઈની સેવા માટે અભિનંદન પાઠવે છે.