બાંગ્લા ન્યૂઝ – ઇસ્કોન સંતનાં જામીન રદ

બાંગ્લાદેશમાં હિન્દુઓનો અવાજ ઉઠાવનાર સંત શ્રી ચિન્મયદાસ ને બાંગ્લા પોલીસે એરેસ્ટ કર્યા છે અને કોર્ટે એમની જામીન અરજી રદ કરી છે. છેલ્લા કેટલાક વખતથી ત્યાંના વડાપ્રધાન વિરુદ્ધ લોકોને ભડકાવી, તેમની સરકારને ઉથલાવી નાખવામાં આવી અને પછી તોફાની ટોળાઓએ તેમનો બહિષ્કાર કર્યો. તેમની પ્રાઇવેટ મિલકતને ભારે નુકસાન કરીને તેમની ઉપર હુમલાઓ કરવા પ્રયત્ન કર્યો છે તેથી તેમને તાત્કાલિક ભારતમાં શરણ લેવી પડી છે. આ ષડયંત્ર બાંગ્લાદેશની આસપાસના દેશો-પ્રદેશોમાં વ્યવસ્થિત રીતે ફેલાઈ રહ્યું છે.

વડાપ્રધાન શેખ હસીના ની પાર્ટીને નષ્ટ કરીને બાંગ્લાદેશ નેશનલ પાર્ટી એ કબજો જમાવી દીધો છે. આ ફક્ત રાજકીય નહીં પણ ધાર્મિક ચળવળ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં મુસ્લિમ બહુમતી છે. અત્યાર સુધી સર્વ કોમના લોકો હળી મળીને રહેતા હતા હવે મુસ્લિમ સિવાયના હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખ, જૈન વગેરે લોકોને ત્યાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અસંખ્ય હિન્દુઓ ને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે અને તેઓ ભારતમાં શરણ લેવા તજવીજ કરી રહ્યા છે. તેમની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી રહી છે.

આ સમયે હિન્દુઓનો અવાજ લોકશાહી ઢબે શાંતિથી ઉઠાવવા બદલ સંત શ્રી ચિન્મય દાસ ને પોલીસે એરેસ્ટ કરી દીધા છે તેમણે કોર્ટમાં જામીન અરજી કરી કોર્ટે તે ફગાવી દીધી છે. તેમની ગિરફતારી નો વિરોધ કરવા અસંખ્ય હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમને મુક્ત કરવા દેખાવો કરી કર્યા હતા આ વિરોધ દેખાવો કરતા બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના કાર્યકરોએ કટ્ટરવાદી કાર્યકરોએ હુમલાઓ કર્યા હતા. તેમની સાથે જમાતે ઈસ્લામી કટરપંથી લોકોએ પણ તેમાં ભાગ લીધો અને હુમલાઓમાં 50થી વધુ બિન મુસ્લિમ લોકોને ઈજાઓ પહોંચી છે. ત્યાંની વચગાળાની મોહમ્મદ યુનીસ સરકારના એ પોતાની વાત ફેરવીને જણાવ્યું છે કે ‘ઇસ્કોન સંતનો હિન્દુ હોવાથી નહીં પણ દેશદ્રોહના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.’ સરકારનું કહેવું છે કે બંગલા આઝાદીને જોખમમાં મુકનાર કોઈને પણ દેશદ્રોહનો કાયદો લગાડવામાં આવી રહ્યો છે. સંત હિન્દુઓના રક્ષણની માંગણી કરે છે ત્યારે તે સરકારને ખૂંચી રહ્યા છે કારણકે સંત “સહ અસ્તિત્વ અને માનવતાના મૂલ્યો”ની વાત કરી રહ્યા છે. ત્યાં હિન્દુઓના સનાતન મંચના ધરણા કરવાથી એનો મોટો પડઘો પડ્યો છે. આ વિશે એવું પણ ચર્ચા એ રહ્યું છે કે હિન્દુ બહુમતી વાળા ભારત દેશમાંથી બાંગ્લા હિન્દુઓને મદદ નો પ્રયાસ કઈ રીતે કરવો?જોકે આ જોકે આખા રાજકીય ષડયંત્રના સંબંધોમાં વિશ્વ જોડાણ હોવાનું નકારી શકાય તેમ નથી. જેની અસર ભારતની સીમાઓ પરના પ્રદેશ પર થઈ રહી છે તેમાં આંતરિક સંગઠનો પણ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે. (સા.પ. – મિડીયા રીપોર્ટ)

જોકે આ જોકે આખા રાજકીય ષડયંત્રના સંબંધોમાં વિશ્વ જોડાણ હોવાનું નકારી શકાય તેમ નથી. જેની અસર ભારતની સીમાઓ પરના પ્રદેશ પર થઈ રહી છે તેમાં આંતરિક સંગઠનો પણ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે. (સા.પ. – મિડીયા રીપોર્ટ)