મદુરાઈ હાઈકોર્ટના બોર્ડ પર ખ્રિસ્તી સંસ્થાઓ


(ખ્રિસ્તી ચર્ચના ઉચ્ચ હોદ્દેદારો બિશપો, ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ તથા સ્થાનિક કમિટીઓ માટે સમાચાર – તંત્રી)

મદ્રાસ હાઇકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે કે ખ્રિસ્તી સંસ્થાઓ ની મિલકતો ભંડોળ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ ને કાયદેસરના વૈધાનિક બોર્ડ પર લાવવા જોઈએ, તેમણે વકફ બોર્ડ ના વિવાદનો દાખલો લઈ તે જ ઢાળ ઉપર ખ્રિસ્તી સંસ્થાઓ માટે કાયદા હેઠળ લાવી શકાય કે કેમ ? એવા મંતવ્યો માંગીને કેન્દ્ર સરકાર તથા તામિલનાડુ સરકારોને અરજ કરી છે એવું માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે.

માનનીય ન્યાયાધીશે આગળ જણાવ્યું કે જો હિન્દુઓ અને મુસ્લિમોની ચેરિટી કમિશન હેઠળ વૈધાનિક નિયમોની આધીન છે ત્યારે ખ્રિસ્તી સંસ્થાઓ માટે કોઈ નિયમન અસ્તિત્વમાં નથી એવું કેમ બને?

સિવિલ પ્રોસિજર કોડ જસ્ટીસ માન. એન. સતીશકુમારે અવલોકન તારવ્યું છે કે ચર્ચોના શીર્ષક હેઠળ માત્ર ધાર્મિક મિલકતો જ નહીં પણ શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાન ધરાવે છે. આવી વિટંબણામાં ચૂંટાયેલા (ટ્રસ્ટીઓ) અધિકારીઓએ સંસ્થાનું રક્ષણ કરવાનું હોય છે, તેના બદલે આગેવાનો દ્વારા બેફામપણે વહીવટી અને નાણાંકીય નુકસાન કરતા જોવા મળ્યા છે. ભારતના અસંખ્ય કેસોનો આ નીચોડ છે, આગેવાનો સત્તા સંઘર્ષ કરી રહ્યા છે અને ચેરિટી સંસ્થાના નાણાં નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાને દૂર કરવા માત્ર “વહીવટદાર” ની નિમણૂક કરવાની ભારતીય ન્યાયાલયની સામાન્ય પ્રથા છે.

ચર્ચ વહીવટી તંત્ર ને વધુ જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મુકતા ન્યાયાધીશ શ્રી એ અવલોકન કર્યું છે કે હવે કાયમી ઉકેલ શોધવાનો સમય પાકી ગયો છે આવી ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને દવાખાનાઓ ચલાવે છે, તે જાહેર કાર્યો કરીને તેને ડિસ્ચાર્જ રદ્ કરે છે. તેની વ્યાપક અસર સામાન્ય નાગરિકને થાય છે. હવે લાગે છે કે તેની (સભ્યની) સંપત્તિ ભંડોળને રક્ષણની તાતી જરૂર છે. ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ સખાવતી અને ધર્માદા સંસ્થાઓ, “ધર્માદા અને ધાર્મિક એન્ડોમેંટ્સ” ભારતના બંધારણ (7) માં સહવર્તી સૂચિ (3) હેઠળ આવે છે.