દક્ષિણ ગુજરાતનાં આદિવાસી ગઢમાં ઉકળતા ચરુ જેવી હાલત

ગુજરાત શાંતિ મહોત્સવ ના શિર્ષક હેઠળ “જીસસ લાઈફ મિનીસ્ટ્રિઝ” નામની ખ્રિસ્તી સંસ્થાએ તા.૧૪ થી ૧૭-૧૧-૨૪ સુધી ઉકાઈ બી-૧ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો સ્થાનિક “દેવ બિરસા સેના તાપી”ના કાર્યકરો દ્વારા વિરોધ કરીને બંધ રાખવા સુરત જિલ્લા અને તાપી જીલ્લા કલેકટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

દેવ બિરસા સેના તાપીના મુળ આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કરતા વિડિયો તથા સમાચાર પણ વાઈરલ થયાં છે.

દેવ બિરસા સેના તાપીના મૂળ આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કરતા વિધાનસભા સભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિને તેમનાં નિવાસ્થાને પહોંચી ને રજુઆત કરી કે ઉકાઈ ક્રિકેટ મેદાન બી-1 ઉપર થનાર કાર્યક્રમ ખ્રિસ્તી કાર્યક્રમને મંજૂરી આપીને એક ગંભીર ભૂલ રાજ્ય મંત્રી કરી રહ્યા છે.

બંધારણના સાર્વભૌમત્વ ના મૂલ્યોની હાંસી ઉડાડવા બરાબર છે. 👉 જે લોકો ધર્મ પરિવર્તન કરીને આદિવાસી પરંપરાઓ છોડીને ખ્રિસ્તી બની ગયા છે તેઓ પોતાને આદિવાસી પણ કહેવડાવે છે અને સરકારી લાભો પણ મેળવે છે. આમ બેવડી નીતિ અપનાવીને તેમના દ્વારા ભારતીય આદિવાસી સંસ્કૃતિ ને પારાવાર નુકસાન કરવામાં આવી રહ્યું છે, તે ગંભીર ચિંતાજનક બાબત છે. ગામેગામ અસંખ્ય ગેરકાયદેસર દેવળો/ચર્ચો ઊભા કરવામાં આવ્યા છે, આ પાછળ સોચી સમજી સાજીસ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેથી આવા કાર્યક્રમોને મંજૂરી ન આપવા માટે દેવ બિરસા સેના, તાપી દ્વારા વારંવાર પ્રસાશન તથા રાજકીય નેતાઓ સમક્ષ રજૂઆત થઈ રહી છે..

છેલ્લા સમાચાર મુજબ આ મિશનરી કાર્યક્રમને અપાયેલી મંજૂરી બાબતે જ્યારે દેવ બિરસા સેના, તાપી એમની ઓફિસ પર પહોંચી ત્યાં રાજ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે તેઓ કામને અર્થે બહાર ફરતા રહેતા હોવાથી શરત ચૂક થી એમના પીએ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી અપાઈ ગઈ છે. આથી સવાલ એ થાય છે કે પીએ મંત્રીને પૂછયા વિના પરવાનગી આપી શકે કે કેમ? વ્યક્તિગત કામ હોય તો તે જુદી બાબત છે પણ જ્યારે પાંચ દસ હજાર માણસો ભેગા થવાના હોય ત્યાં પીએ (ક્લાર્ક) કેવી રીતે આ પરવાનગી આપવાની હિંમત કરે ? આ વાત લોકોના ગળે ઉતરતી નથી.

દેવ બિરસા સેના તાપીના સભ્યોએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા આદિવાસી વિસ્તારોમાં અસંખ્ય ખ્રિસ્તી મિશનેરી- ધર્મ પ્રચારકો દ્વારા બેરોકટોક આદિવાસી રૂઢિ પરંપરા સંસ્કૃતિ નષ્ટ કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યું છે જે વિદેશી ફંડ થી પ્રેરિત છે. જેની ગંભીરતાથી અમે બિરસા સેનાના આગેવાનો નોંધ લઈએ છીએ.

વિવિધ જાતના ખ્રિસ્તી ચર્ચો અને ભાત-ભાતની નવી નવી સંસ્થાઓ દ્વારા જુદા જુદા નામ હેઠળ પ્રાર્થના સભા, શાંતિ સભા, સાજાપણાની સભા વગેરે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા ને ભોળા આદિવાસીઓ ને છેતરી રહ્યા છે જેના પરિણામે ઘણા બધા આદિવાસી ભાઈ-ભાઈ વચ્ચે બહેન-બહેન વચ્ચે ધર્માંતરણ ને કારણે કજિયા કંકાસ ઉભા થયા છે. અને આદિવાસી સમાજ વેરવિખેર થઈ રહ્યો છે. અમારી વહાલી “સંસ્કૃતિ પ્રેમી સરકાર” પાસે અમે આશા રાખીએ છીએ કે આ વિષયમાં રસ લઈને આ કોયડાનો કાયમી ઉકેલ લાવશે?.

બિરસા સેનાના આગેવાનો દ્વારા સુરત કલેકટર શ્રી ને આવેદનપત્ર