અતુલ્ય વારસો (NGO) ટીમ દ્વારા તારીખ 7/4/24 ના દિવસે ગુજરાતમાંથી 131 જેટલા વિશેષ હેરિટેજ સાધકોનું સન્માન કરી એવોર્ડ આપવામાં આવ્યા. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અતિથી તરીકે શ્રી પ્રદીપસિંહ રાઠોડ તથા વિષય નિષ્ણાંત તરીકે આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય હાજર રહ્યા હતા.
આ સંસ્થા દ્વારા ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવે છે.
આ પ્રસંગે આટલા વિશાળ ક્ષેત્રમાંથી ગુજરાતમાંથી નાનકડા ખ્રિસ્તી સમાજના બે કલા સાધકોના બહુમાન માટે પસંદગી પામ્યા તે ખ્રિસ્તી સમાજ માટે ગૌરવની વાત છે.
ઈવાબેન પટેલ
જેમણે દેશભક્તિ નાં શૌર્ય ગીતોનું સંપાદન કર્યું. તે કાવ્યો નો સંગ્રહ શોપીઝ્મ એપ પર બેસ્ટ સેલર બન્યા છે. ઈવાબેન જાહેર ગુજરાતી સમાજ સાથે સતત કાર્યશીલ રહે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તેમણે 200 થી વધુ લેખો લખ્યા છે. કોરોના સમયમાં એમની કોલમો ઘણી વંચાતી થઈ હતી. સરકાર હસ્તકના જાગૃત મહિલા જૂથો ના કાર્યક્રમોમાં તેમને સતત આમંત્રણ મળતા રહે છે. તેઓ સતત સેવામાં વ્યસ્ત રહે છે. નારી સશક્તિકરણ ઝુંબેશ, દીકરીઓની સુરક્ષા જેવા વિષયો પર તેમના લેખો ભારત તથા પરદેશના મેગેઝીનમાં ખુબ પ્રશંસા પામ્યા છે. તેઓ લેખિકા સાથે કવિયિત્રી, કાર્યકર તરીકે તેઓ સારૂ માન પામ્યા છે. તેમના દેશહિતના કાર્યોને ધ્યાનમાં લઈને લેખન કેટેગરીમાં તેમને પુરસ્કાર મળ્યો છે. ભવિષ્યમાં તેમની સેવાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ ખ્રિસ્તી સમાજ તરફથી પાઠવવામાં આવે છે.
બિપિનભાઈ ક્રિશ્ચિયન
ભારતીય સંસ્કૃતિ ની ફોટોગ્રાફી માટે એવોર્ડ
અતુલ્ય વારસાની ટીમ દ્વારા ખ્રિસ્તી સમાજમાં શ્રી બિપિનભાઈ ક્રિશ્ચિયન કે જેઓ નવા નવા વિષયો લઈને ફોટોગ્રાફીમાં સ્વતંત્ર ઓળખ ઊભી કરી શક્યા છે તેમણે ફોટોગ્રાફી દ્વારા લોકો સમક્ષ દેશના “અમૂલ્ય ગૌરવ વારસા”ને કેમેરા થી કંડાર્યા છે. પુરસ્કૃત લોકો ની લાંબી યાદીમાં તેમને પણ પસંદ કરવામાં આવ્યા અને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સમાચાર આખા ખ્રિસ્તી સમાજ માટે ગૌરવની વાત છે. (*શ્રી બિપિનભાઈ ના હવે પછીના ફોટો પ્રદર્શન Tribles of India વિશે અગામી થોડા દિવસોમાં જાણવા મળશે)
“સામાજિક પથ”ન્યૂઝ ટીમ આ બંને કલાકારો ને શુભેચ્છા પાઠવે છે.