ઈરાનના રાષ્ટ્રપતિ, ઈબ્રાહીમ રઈસી નું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ 63 વર્ષના હતા. ઈરાનના વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓ સાથે તેઓ જઈ રહ્યા હતા ત્યારે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ક્લીનર વિઝન નહીં હોવાથી તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું જણાયું છે.
આ હેલિકોપ્ટર ના દુર્ઘટનાએ રાજકીય અટકળોને વેગ આપ્યો છે અને ઘટનાની આસપાસના સંજોગો પર પ્રશ્નો ઉભા કર્યા છે. રઈસીના મૃત્યુથી સત્તા સંઘર્ષ જ નહીં પરંતુ આ ક્ષેત્ર માટે પણ નોંધપાત્ર અસરો થવાની શક્યતા છે. આજે ઈરાન તેના મજબૂત પ્રમુખની ખોટ માટે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર પર અનિશ્ચિતતાનું વાદળ છવાઈ ગયું છે, જેની પોલિટિકલ અસરો સમગ્ર મધ્ય પૂર્વમાં પડી શકે છે. રાજકીય વ્યક્તિની અચાનક ગેરહાજરી ઈરાનની અંદર અને તેની બહારના સત્તાના નાજુક સંતુલનને વિક્ષેપિત કરી શકે છે.
રઈસી તેમના કઠણ વલણ માટે જાણીતા હતા તેઓ દેશના સર્વોચ્ચ નેતા સાથેના ગાઢ સંબંધો રાખવા માટે જાણીતા હતા. રઈસીએ 1988માં હજારો લોકોને સામૂહિક ફાંસીની સજા આપવાનો કૃર ફેંસલો આપવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ માં ઈરાનનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તાજેતરમાં જ ઇઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધ વખતે ઇઝરાયેલ સામે ડ્રોન-અને-મિસાઇલ હુમલો કર્યો.
ઈઝરાયેલની સંભવિત સંડોવણી છે કેમ?
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની ઐતિહાસિક દુશ્મનાવટને જોતાં, કેટલાક ઈરાનીઓ એવી અટકળો લગાવી રહ્યા છે કે આ દુર્ઘટના પાછળ ઈઝરાયેલ હોઈ શકે છે, એમ મહત્વના પ્રેસ નું કહેવુ છે. ઇઝરાયેલ ને જાસુસી સંસ્થા મોસાદ ની ઉપર પણ શંકાની સોય તકાઈ રહી છે, જો કે, નિષ્ણાતોને ઇઝરાયેલની સંડોવણીની થિયરી અસંભવિત લાગે છે.
હેલિકોપ્ટર ક્રેશનો આ સમય પ્રાદેશિક તણાવને વધારે છે. લેબનોન, સીરિયા, ઇરાક અને યમનમાં ઇરાનનું નેટવર્ક ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપને જટિલ બનાવે છે, ખાસ કરીને ઇઝરાયેલ અને હમાસ સાથેના ચાલુ સંઘર્ષ સાથે. ઈરાનના નેતૃત્વમાં કોઈપણ અસ્થિરતા આ જૂથોને પ્રોત્સાહન આપી શકે છે, જે સંભવિતપણે વ્યાપક સંઘર્ષ તરફ દોરી શકે છે.
પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય નેતાઓ તરફથી શ્રદ્ધાંજલિ અને સંવેદનાઓ વરસી રહી છે. દુર્ઘટના બાદ વિશ્વના ઘણા નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે “સંકટની આ ઘડીમાં ભારત ઈરાનના લોકોની સાથે છે.”