રશિયામાં ખ્રિસ્તીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે જેમાં 144 થી વધુ ખ્રિસ્તીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. વિશ્વભરમાં મનાવાઇ રહેલ ગુડફ્રાઇડે – ઇસ્ટરના પવિત્ર દિવસોમાં આ ઘટના ઘટી છે ત્યારે ખ્રિસ્તી લોકો આ ઘટના પરથી ઈસ્લામિક સ્ટેટના વ્યવહાર પર ચિંતન કરશે કે કેમ?
રશિયાના મુખ્ય શહેર મોસ્કો પાસેના એક ભવ્ય હોલમાં જ્યારે ખ્રિસ્તીઓ સંગીત સંધ્યા માણી રહ્યા હતા એ દરમિયાન આધુનિક સ્ટેનગન દ્વારા બુલેટ્સ નો વરસાદ વરસાવી દેવામાં આવ્યો છે, કોઈ કંઈ સમજે એ પહેલા લોહીની નદીઓ આખા હોલમાં વહેવા લાગી હતી. બુમાબુમ અને ચીચીયારીઓ વચ્ચે લાશો નો ઢગલો બની ગયો.
ઈસ્લામિક સ્ટેટની હકુમતના અને તેના ખોરાઝોનના વિભાગના ગણાતા કૃર આતંકવાદીઓ એ આ કારસ્તાનને ગૌરવથી જાહેર કર્યું છે અને ઈસ્લામ પંથી આતંકવાદીઓએ તેમના કૃત્યની જવાબદારી માથે લીધી છે. એમણે એમ કહ્યું છે કે “અમે ખ્રિસ્તીઓને મારી નાખ્યા છે” થોડીવારમાં રશિયન મીલેટરી ફોર્સએ 11 જેટલા ખૂંખાર આતંકવાદીઓ ને ઝડપી લીધા છે અને બીજા કેટલાક છટકી ગયા છે. તેઓ ‘આઈએસઆઈ જિંદાબાદ’ નો જયકાર લગાવી રહ્યા હતા અને યુદ્ધ વિજય મેળવ્યો હોય તેવા ખુશ મિજાજ દેખાતા હતા. આ ઘટના ક્રમમાં રશિયાના પ્રમુખે પ્રથમ દ્રષ્ટિએ યુક્રેન પરના હુમલા સાથે આની લીંક હોવાની શંકા વ્યક્ત કરી છે અને આખા દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરી દીધેલ છે.
આ ઘટનાની સંવેદનશીલ મેટર ના સુરક્ષા દળો પાસે શંકાસ્પદ માહિતી હતી એવું પણ જાણવા મળ્યું છે, અમેરિકાએ અગાઉથી પણ ચેતવણીનો સૂર પુરાવ્યો હતો. પણ આંખ આડા કાન કરીને રશિયાએ આ બેદરકારી નો ભોગ બનવું પડ્યું છે જે તેને ભારે પડ્યું છે. ઇન્ટરનેશનલ સમાચાર એજન્સીઓના આ વિષય પર રિપોર્ટ આવતા જાણવા મળ્યું છે કે ભવ્ય હોલમાં કાર્યક્રમ જોનાર પ્રેક્ષકો છ થી આઠ હજાર જેટલા લોકો હાજર હતા. એમાં રશિયન સૈન્યના જેવાં યુનિફોર્મ પહેરી હોલમાં ઘૂસી ગયેલા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કરીને ગોળીબાર કરવા માંડ્યા હતા. ગોળીબારો સાથે હેન્ડગ્રેનેટ બોમ્બ સાથે હોલમાં ભારે માત્રમાં વિસ્ફોટકો નો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
એક વાત એ પણ જાણવા મળી છે કે વ્લાદિમીર પુતિન ફરીવાર રશિયાના સુપ્રીમો તરીકે ગાદી પર બેસતા રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. તેનું આ એક પરિણામ ગણવામાં આવે છે એની અસર યુક્રેન અને એની સાથેના રાષ્ટ્ર જુથો પર પડી છે જેનાથી આ આતંકવાદીઓ હરકતમાં આવી ગયા હોય તેવું જાણવા મળ્યું છે. જોકે આતંકવાદી ઓએ હુમલો કર્યા પછી નું દ્રશ્ય ઝપાઝપીનું હતું આતંકવાદીઓને રશિયન સૈનિકોએ ઝડપી ભાગવા દીધા ન હતા અને સફળતાપૂર્વક ઝડપી લેવામાં તેઓ સફળ થયા હતા. હવે એમની પૂછપરછ ચાલુ છે. આમ કરતાં આના મૂળ ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહ્યું અને પશ્ચિમના ખ્રિસ્તી દેશો આ બનાવની શી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહે છે. અથવા એવુ પણ બને કે તેઓ મૌન સાયલન્ટ થઈ જાય.