આજે ઘણી જગ્યાએ થશે ઇકો ફ્રેન્ડલી હોળીકા દહન

ભારતમાં બધા તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં હોળી અને દિવાળી એ મુખ્ય તહેવારો તરીકે ઉજવવામાં આવે છે. આજે ફાગણ સુદ ચૌદસના દિવસે હોળી અને પૂનમે ધુળેટી મનાવાય છે. પહેલાંના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ ની અસર ન હતી ત્યારે હોળીથી ગરમીની શરુઆત થતી હતી એવું માનવામાં આવતું હતું. હવે ફેબ્રુઆરી ના અંતથી જ ગરમીની સિઝન ચાલુ થઈ જાય છે એટલે હોળીના દિવસથી પહેલાજ ગરમીની અસર જોવા મળે છે. જેમ જેમ પૃથ્વી નું તાપમાન વધી રહ્યું છે અને માનવના વિકાસની ગતિ થી પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે ત્યારે ધીરે ધીરે માનવી પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. આ જાગૃતિ ના ભાગરૂપે ઘણી જગ્યાએ છાણાંનો ઉપયોગ કરી હોળીકા દહન કરવામાં આવે છે. જે એક ઉત્તમ ઉદાહરણ તરીકે સારો સંદેશ સમાજમાં પહોચાડે છે.