ગયા વર્ષથી શરૂ થયેલા ઇઝરાયેલ – પેલેસ્ટાઈન ના યુદ્ધ થી આજ સુધી અસંખ્ય જાનહાનિ તથા સંપત્તિનો નાશ થયો છે, અને યુદ્ધ શસ્ત્રોનો પણ મોટાપાયે ઉપયોગ થયો છે સાથે સાથે વૈશ્વિક માનવતા ભર્યા સંબંધો વૈરભાવમાં પરિણમ્યા છે. અવારનવાર નાના મોટા હુમલાઓ એકબીજા પર કરવામાં આવ્યા છે, આ યુદ્ધથી વિશ્વ ખ્રિસ્તી અને મુસ્લિમ દેશો એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આ બંને લડનારા દેશોની માન્યતાઓ અને સિદ્ધાંતો પ્રમાણે એક જ મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ધર્મ પુસ્તકોને આધારે જોઈએ તો બે ભાઈઓ, વચ્ચે વૈરભાવ અને દુશ્મનાવટ જાણે એમનો ધર્મ બની ગયો હોય તેવું લાગ્યા વિના રહેતું નથી.
પેલેસ્ટાઇન ના હમાસ મીલેટરી ફોર્સને ઈરાન દેશથી શસ્ત્રો તથા મદદ મળતી રહે છે અને બળતા માં ઇંધણનું કામ ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ અમેરિકા અને બ્રિટનના દેશો પણ પાછા પડે તેમ નથી. એ લોકો પણ ઈઝરાયેલ ને સપોર્ટ કરતા રહે છે અને એમ કરતાં શસ્ત્રો, મિસાઈલો, દારૂગોળા તથા યુદ્ધ વિમાનો નો દુનિયાનો સૌથી મોટો વેપાર ચાલુ રહે છે.
છેલ્લા બે દિવસમાં ઈરાન જે પેલેસ્ટાઇનને મદદ કરે છે તે દેશ પણ ઈઝરાયેલ ના રડાર પર છે. ઈરાન અને ઇઝરાયેલ બંને પાછા પડે તેવા દેશો નથી હાલમાં ઇઝરાયલે ઈરાન ઉપર મિસાઈલ છોડીને ઈરાનના આસ્થા સાથે જોડાયેલા સ્થળ દમસ્કસ પર હુમલો કર્યો છે. તેમાં ઈરાનના જનરલ અને તેમના રાજનૈતિક સાથીદારો માર્યાં ગયા છે. હુમલાનો પ્રકાર જોતા ઈઝરાયેલ એ ચોક્કસ ટાર્ગેટ કરી મુખ્ય થીંક ટેન્ક પર હુમલો કર્યો છે, એમ કહી શકાય. કારણ કે જનરલ મોહમ્મદ રજા પેલેસ્ટાઈનને સીધો સપોર્ટ કરવા તથા વિશ્વ ટેબલ ઉપર તેમના પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે.
આ હુમલો અને તેના સાત ઓફિસર્સ નું મૃત્યુ થયાથી ઈરાને પ્રતિજ્ઞા લીધી છે કે તે આનો વળતો જવાબ ચોક્કસ આપશે રોઈટર્સ ન્યુઝ એજન્સી એ નોંધ્યું છે કે મારા ગયેલા અધિકારીઓ ઇઝરાયેલ અને અમેરિકાની ઉપર હુમલાઓ કરનારાઓમાં મુખ્ય હતા એનાં જવાબ માં ઇઝરાયેલ તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે એમ્બેસી પર હુમલાનું અમારું લક્ષ ન હતું મ. ઇઝરાયેલ સારી રીતે જાણે છે કે ઈરાનના માર્યા ગયેલા જનરલ તથા રિવોલ્યુશનરી ગાર્ડસના અધિકારીઓ દ્વારા પેલેસ્ટાઇનને યુદ્ધ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ઈરાનનું કહેવું છે કે અમે ઇઝરાયેલ પર સીધો હુમલો કરવાનું ટાળીએ છીએ પરંતુ ઇઝરાયેલ એ કરેલો આ હુમલો અમારે માટે આંખ ઉઘાડનારો છે. એ ચોક્કસપણે અમને દેખાય છે કે ઇઝરાયેલ આગળ વધી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે રિવોલ્વિશનરી કમાન્ડો પરનો હુમલો એમનાં દમસ્કસના ધાર્મિક સ્થળ પર કરવામાં આવ્યો છે. જે જગ્યા અમારે માટે ખૂબ આદર ધરાવે છે. યુ.એસ નેશનલ સેક્રેટરી કાઉન્સિલ પોતાના મંતવ્ય માં જણાવે છે કે “અમને અગાઉથી હુમલા ની કંઈ જાણ ન હતી.” યુકે ના મોનિટરિંગ જુથ “એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ” ના માર્યા ગયેલા 11 સભ્યોમાં આઠ ઈરાનના, તેમજ સાત કમાન્ડર અને સીરિયા બે, તથા સીરીયાના અને એકનો નાગરિક હતો, એવું જાણવા મળ્યું છે આ અગાઉ એલેપ્પો શહેર પર ના હુમલામાં સીરિયાના 38 લોકો માર્યા ગયા હતા અને હિજબુલ્લાના જૂથના 53 લોકો માર્યા ગયા હતા.
આ બંને દેશો વચ્ચે આમને સામને થતા નાના મોટા હુમલાઓમાં ભારત ક્યાંય સીધું ઇનવોલ્વ નથી, તે બંને સાથે રાજદ્વારી સબંધો આગળ ધપાવે છે અને ભારતના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન યુદ્ધ આગળ ન વધે અને સમાધાન થાય એ બાબતમાં સતત પ્રયત્નશીલ રહ્યું છે. તેની નોંધ વિશ્વ કક્ષાએ પણ લેવામાં આવે છે.