અમેરિકામાં હિન્દુ મંદિરો સંકટમાં…

જાગૃત સેકયુલર પત્રકાર મંડળની તાજેતરમાં મળેલી બેઠકમાંથી જાણવા મળ્યું છે કે પશ્ચિમી દેશોમાં હિન્દુ મંદિરો પર હુમલાઓ વધી રહ્યા છે. ભારતમાં ભાજપ સરકારની શક્તિ અકલ્પનીય વધતી જતા, ભારતમાં ભાગલાવાદી તત્વો ફાવી શક્યા નથી પણ અમેરિકામાં અંડર ગ્રાઉન્ડ ચાલતી ખાલીસ્તાન ચળવળે તેના કારનામાઓ ચાલુ રાખી, ભારતનું તેમજ અમેરિકા સંસદનું ધ્યાન દોરવાનું ચાલુ રાખ્યું છે. આ ચળવળને હિન્દુ વિરોધી અમેરિકન લોકોના જૂથો દ્વારા ટેકો પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ વિષય પર હિંદુ સંગઠનો મંદિરની રક્ષા સમિતિ ને લગતા નિયમોનું કડક અમલ થાય તેવી માંગણી કરી રહ્યા છે. અમેરિકામાં જાહેર દીવાલો પર વિરોધી સંગઠનો એ અપ્રચાર કરતા વાક્યો લખીને ભારત દેશને તથા હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવા ગંદી રમત રમી રહી હોવાનું બહાર આવ્યું છે.

થોડા સમય પહેલા આ જ પ્રકારની સ્ટ્રેટેજી વાપરીને અમેરિકાના સ્વામિનારાયણ મંદિર, સમાચારોની હેડ લાઈનમાં લાંબા સમય સુધી દેખાઈ રહ્યું હતુ. આ મુદ્દાને લઈને ભારતના રાજદૂતે તેમનું કામ સંભાળી લીધું છે. પશ્ચિમી દેશોમાં પંજાબી લોકોને ભારત માં ભાગલા માટે સપોર્ટ કરતા કરતા ઘણા જૂથો જોડાયા હોવાનું પણ બહાર આવ્યું છે.‌ કેટલાક શીખ ધર્મ ના ત્રાસવાદીઓનું આ કાર્ય પાછળ હાથ હોવાનું શંકાસ્પદ છે. જેના પર અમેરિકન સરકાર આકરા પગલા ભરવા વિચારણા કરી રહી છે તેવું કેટલીક સમાચાર સંસ્થા ઓનાં રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે.