અરવિંદ કેજરીવાલને થોડા સમય માટે મોટી રાહત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જમીન અરજી પર વિચારણા કરી સુપ્રિમ કોર્ટે શુક્રવારે કેજરીવાલને રાહત આપી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આ 21 દિવસમાં કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય નહિ જઈ શકે તથા લીકર પોલિસી સાથે જોડાયેલા સાક્ષીઓ થી દુર રહેશે તથા તેમનો સંપર્ક કરી શકશે નહીં. ફક્ત ચૂંટણી પ્રચાર કરી શકશે.

કેજરીવાલ 21 માર્ચથી તિહાર જેલમાં બંધ હતા અને આજે તેમને વચગાળાના જામીન મળ્યા છે જે 21 દિવસના છે અને 2જી જૂન ફરીથી તિહાર જેલમાં હાજર થવાનું રહેશે. આ જામિનથી આમ આદમી પાર્ટીને પોતાનું ઈલેકશન કેમ્પેન ને વેગ આપવા માટે મદદરૂપ થશે. પંજાબ અને દિલ્હીમાં 25મે અને 1 જૂને ચૂંટણી છે. આ જામીન જસ્ટીસ દીપાંકર દત્તા અને સંજીવ ખન્ના ની બેન્ચે મંજૂર કર્યા હતાં.