દિલ્હીની એક અદાલતે 21 મેના રોજ મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી, ધાકધમકીના આરોપો ઘડ્યા હતા.
બ્રિજભૂષણ સિંહે એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂત સમક્ષ આરોપો માટે દોષિત ન હોવાની કબૂલાત કરી હતી અને ટ્રાયલનો દાવો કર્યો હતો. “જ્યારે હું દોષિત નથી ત્યારે હું શા માટે દોષિત જાહેર કરીશ?” સિંહે જણાવ્યું હતું.
કોર્ટે આ કેસમાં સહ-આરોપી અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ વિનોદ તોમર સામે ધમકીનો આરોપ પણ ઘડ્યો હતો અને ફોજદારી રાહે કાર્યવાહી કરવા હૂકમ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના કૈસરગંજના વર્તમાન ભાજપના સાંસદ સિંહે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપો બાદ લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પાર્ટીએ તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને સીટ માટે મેદાનમાં ઉતાર્યા છે.