દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી લંબાવી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાષ્ટ્રીય રાજધાનીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે.

મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કેસના સંબંધમાં ફેબ્રુઆરી 2023 થી ન્યાયિક કસ્ટડીમાં છે. 14 મેના રોજ, દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી, સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દલીલો સાંભળ્યા પછી મનીષ સિસોદિયાની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

ગયા અઠવાડિયે, EDએ આમ આદમી પાર્ટી (AAP) ને આરોપી બનાવી હતી અને તેણે એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે નવી ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડી અને સીબીઆઈએ મનીષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો વિરોધ કર્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેટીગેશન દાવો કરે છે કે AAP નેતાઓએ એક્સાઈઝ પોલિસીમાં અનુકૂળ જોગવાઈઓ સામેલ કરવાના બદલામાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના જૂથ પાસેથી અમુક ચોક્કસ રકમ મેળવી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ કર્યા પછી આ એક્સાઈઝ નિતીને રદ કરવામાં આવી હતી.