અધિકારીઓની ફરજ ચૂકથી રાજકોટ અગ્નિકાંડમાં તેમની ખુરશી હોમાઈ

ગુજરાતના રાજકોટ શહેરમાં 25 મેના રોજ ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલી હોનારતમાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખૂલ્લો પડ્યો છે. પોતાની જવાબદારીઓ પ્રામાણિક રીતે નિભાવવાથી વિમુખ થઈ થોડાક પૈસાની લાલચમાં સામાન્ય જનતાને આગને હવાલે કરનારા અધિકારીઓને પણ સજા થવી જોઈએ તેવી માંગ લોકોમાંથી ઉઠી રહી છે. જો અધિકારીઓએ પોતાની જવાબદારી ઈમાનદારી પૂર્વક નિભાવી હોય, તો અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા માં બનેલી ઘટનાઓમાં માસૂમોના જીવન જોખમાયા નહોતા. આ દરેક જગ્યાએ લગભગ 200 જેટલા લોકો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. શું થોડાક પૈસા સામે માણસનો જીવ નાનો લાગે છે? શું પૈસા જ બધુ છે ?શુ અધિકારીઓ પૈસા કમાવા જ પોસ્ટીંગ મેળવે છે? માનવતા જેવું કઈ રહ્યું નથી ?

ક્યાંક કોઈ આગનો ભોગ બની રહ્યું છે તો ક્યાંક કોઈ પાણીમાં ડૂબી રહ્યું છે. વર્ષોથી લોકો આવી હોનારતોનો ભોગ બની રહ્યા છે. તો શું હજુ પણ મુક પ્રેક્ષક બનીને જોતા રહીશું ? જેટલા પણ લોકો ભોગ બન્યા છે તે આગ કે પાણીના નહી પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે.

સરકારે પણ અધિકારીઓની ફ્કત ટ્રાન્સફર કરી કઈક કાર્યવાહી કરી હોવાનું માની લીધુ છે ? સરકારને પ્રશ્નએ છે કે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કેમ ન થઈ ? શા માટે ફક્ત સસ્પેન્સન આપવામાં આવ્યા ? શું સરકારનું ગજુ અધિકારીઓ સામે નાનું પડ્યું ?

સરકારે રાજકોટ પોલિસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ સહિત એડિ. કમિશ્નર વિધી ચૌધરી તથા ડિસીપી ઝોન – 2 સુધીર દેસાઈની ટ્રાન્સફર કરી તાત્કાલિક રાજકોટ છોડવા હુકમ કર્યો છે.

કુલ 6 આઈપીએસ અને 3 આઈએએસ અધિકારીઓની બદલી તથા વધારાનો ચાર્જ અપાયો. આ ઉપરાંત બે આસિસ્ટન્ટ એન્જિ. , બે ડેપ્યુટી એન્જિ. અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દરેક ઘટના બાદ અધિકારીઓની બદલીઓનો દૌર ચાલુ થાય છે છતા નવા અધિકારીઓ નવી રીતો સાથે ભ્રષ્ટાચાર આચરવાનો ચાલૂ રાખે છે અને આમ જ આખુ ચક્કર ચાલ્યા કરે છે અને સામાન્ય જનતા આ ચક્કરમાં પિસાતી રહે છે, આઈપીએસ તથા આઈએએસની ટ્રાન્સફર અને નીચેના અધિકારીઓના સસ્પેન્સન કેમ ? દરેક જવાબદાર છે તે 28 જીવોના જે ભ્રષ્ટાચારની રમતમાં પ્યાદુ બની ગઈ. તો અધિકારીઓને સજા કેમ નહિં ? આ તંત્રની દોર કોના હાથમાં છે અધિકારીઓના કે સરકારના ?

જનતા જવાબ માંગશે ?

Image by freepik