“ભૂખે મરીશું પણ અવળચંડાઈ ચાલુ રાખીશું.” – પાકિસ્તાન

(સમાચાર એજન્સીના અહેવાલ પરથી)

લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે આપણો પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા ભારતને રંજાડવાની હરકતો કરતો રહે છે અને કેમ ન કરે? એ જો તો એમનો ધ્યેય છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારત પાકિસ્તાન સરહદો પર સતત નજર રાખવાથી, પાકિસ્તાન- કાશ્મીર ની હદેથી સામાન્ય પબ્લિક ના સ્વાંગમાં આતંકવાદીઓની ટોળકી ઘૂસણખોરી કરવા પ્રયાસ ની તૈયારી કરી રહી હતી, તે બાતમી ને આધારે પકડાઈ ગઈ છે, લાઈન ઓફ કંટ્રોલ પરથી ભારતમાં ટ્રેઈન્ડ આતંકવાદીઓ ઘૂસવાની તૈયારીમાં જ હતા તેવી ચોક્કસ માહિતી મળતાં ભારતીય સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. એવું પણ માની શકાય કે જમ્મુ કાશ્મીરમાં સ્લીપર સેલ એક્ટિવ થઈ રહ્યાં તો નથી ને? કારણ કે દેશમાં ઘૂસવાની તૈયારી કરનાર પાક. આતંકીઓ કોને સામગ્રી પહોંચાડતા હશે? ભારતીય સુરક્ષા કર્મીઓ માટે આ મોટો પડકાર છે હવે ચૂંટણીઓના પરિણામ જાહેર થવાની તૈયારી છે એ દરમિયાન આવી ઘટના ઘણું બધું જાહેર કરે છે. આવી ઘટના એક પ્રતિબિંબ સમાન છે.

નવાઈની વાત એ છે કે જે પાડોશી દેશને ખાવાનાં ફાંફાં છે, એવા સમયે કોઈ વિકાસનો પ્રયત્ન કરવાને બદલે આતંકવાદી પ્રવૃત્તિઓ સતત વધતી જોવા મળે છે. એમ કહેવું ખોટું નથી કે કૂતરાની પૂંછડી………

પાકિસ્તાનની દરેક ક્ષેત્રે પીછેહટ થઈ રહી છે પણ આતંકવાદમાં તે અગ્રેસર છે. સાથે સાથે ગુજરાત માં દરિયા માર્ગે નશીલા પદાર્થો ઘુસાડીને, યુવાનોને બરબાદ કરવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઘુસણખોરો દ્વારા હથિયારો ગ્રેનેડ વગેરે અવારનવાર પકડાતા રહે છે. થોડાક સમય પહેલા એક ટુરિસ્ટ પ્લેસ ઉપર આતંકવાદીઓએ ધમાલ મચાવી હતી.

જોકે કાશ્મીરમાં બીજા રાજ્યોમાંથી આવેલા ટુરિસ્ટો ને કોઈ હાની ન થાય એ માટે આપણું તંત્ર સજા થઈ ગયું છે.