રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોદીને આપ્યું સરકાર બનાવાનું આમંત્રણ

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને નવી સરકાર બનાવાનું આમંત્રણ આપ્યું હતું. ૯ જૂને સાંજે ૭:૧૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન ખાતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે.

આજે એનડીએની બેઠક મળી હતી જેમાં ગઠબંધનના તમામ પક્ષો હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામ પક્ષોએ બીજેપી ને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ મોદીએ લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત લઈ નવી સરકાર બનાવવા માટે આશીર્વાદ મેળવ્યા હતા.